ગુજરાત/ કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?

રાજ્યમાં કોરોનાના વધતા કેસથી સરકાર ચિંતિત જણાઈ રહી  હોય તેમ લાગી રહ્યું છે. સરકારી અધિકારીઓની બેઠકો ધમધમાટ વધી ગયો છે.

Gujarat Others Trending
ગાઈડલાઇન્સનું કેન્દ્રીય આરોગ્ય સચિવનો કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવા

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 500+ કેસ સામે આવ્યા છે. ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે સરકાર દ્વારા જાહેર જનતાને કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્તતાથી પાલન કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. રાજ્યમાં મોટા આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ પણ નાંખી દેવામાં આવ્યો છે. તો માસ્કને લઈને પણ સરકાર કડક વલણ અપનાવી રહી છે.

ત્યારે રાજ્યમાં કોરોનાના વધતા કેસથી સરકાર ચિંતિત જણાઈ રહી  હોય તેમ લાગી રહ્યું છે. સરકારી અધિકારીઓની બેઠકો ધમધમાટ વધી ગયો છે. આજે સાંજે અમદાવાદમાં મુખ્યમંત્રી સમીક્ષા બેઠક યોજશે.  જેમાં આરોગ્યમંત્રી સાંજે 5 વાગ્યે પ્રેસ કોંફરન્સ પણ કરશે. અને
કોંફરન્સમાં રાજ્યની પરિસ્થિતિ મુદ્દે વિગતો આપશે. શક્ય છે કે સરકાર  કોરોના મામલે વધુ કડક નિયંત્રણો લાદી શકે છે.

31મી ડિસેમ્બરે હાલની કોરોના ગાઈડલાઈનની મુદત પૂરી થી રહી છે. પરંતુ કેસમાં સતત મોટો વધારો જોવા મળી રહ્યો છે.  શક્ય છે કે, નવી ગાઈડલાઈન મુદે આજે ગુરુવારે સાંજે નિર્ણય લઈ શકે છે. તો સાથે ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ મુદ્દે પણ સાંજે જાહેરાત થઈ શકે છે. તો સાથે 31 ડિસે.ની ઉજવણી મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે. રાજકીય, સામાજિક મેળાવડા મામલે પણ કડક નિયંત્રણો આવી શકે છે. આરોગ્યમંત્રી સાંજે 5 વાગ્યે જાહેરાત કરી શકે છે.

સરકાર રાજ્યની અને રાજ્યના નાગરિકોની આરોગ્ય અને સુખકારીની સતત ચિંતા કરી રહી છે. ત્યારે બીજી બાજુ આવતીકાલે રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો રોડ શો પણ યોજવા જઈ રહ્યો છે. રોડ શો પૂર્વે શહેર પોલીસે  રિહર્સલ પણ કર્યું છે. CM પસાર થનાર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. સમગ્ર રોડ શોના રૂટ પર જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે. ઠેરઠેર મુખ્યમંત્રીના સ્વાગતના બેનરો લાગ્યા છે. રોડ-શો ના રૂટ પર અનેક જગ્યાએ CMનું સ્વાગત પણ કરાશે.  પોલીસ દ્વારા રોડ-શો પૂર્વે રિહર્સલ પણ કરાયું છે. આવતીકાલે રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય રીતે CMનો રોડ શો યોજાશે. CM બન્યા બાદ પ્રથમવાર રા.સરકારના કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ રાજકોટ ખાતે હાજરી આપશે.
20 હજારથી વધુ લોકોની જનમેદની રોડથી અંદર ઉપસ્થિત રહેશે તેવો પ્રાથમિક અંદાજ છે. કોરોના ગાઇડલાઇન્સની અમલવારી કેમ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

તો બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ ગુજરાત સરકારને પત્ર લખી રાજ્યમાં વધતાં કોરોના અંગે કોરોના ગાઇડલાઇનનું કડક પાલન કરવા આદેશ આપ્યા છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં ભાર મૂકવાના હુકમ કર્યો છે. હોસ્પિટલની તૈયારીઓમાં પણ વધારો કરવા આદેશ કરવામાં આવ્યો છે. વેક્સિનેશનમાં વધુ વેગ આપવા અપીલ કરી છે.  ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રીનો રોડ શો કેટલો વ્યાજબી ?