ગુજરાત/ સુરતમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત,આપઘાત કે પછી અકસ્માત…?

સુરતના સિટીલાઈટ વિસ્તારમા યુવક 10 માં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચો હતી.ગંભીર ઇજાના કારણે 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

Top Stories Gujarat Surat
21 વર્ષીય યુવકનું
  • સુરતમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત
  • વિભા વિનર રો હાઉસમાં રહેતો હતો યુવાન
  • 21 વર્ષીય યુવાન 10માં માળેથી પટકાયો
  • વેદાંત રવિ નામના 21 યુવકનું થયું મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સિટીલાઈટ વિસ્તારમા યુવક 10 માં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચો હતી.ગંભીર ઇજાના કારણે 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ ઘટનામાં પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે.યુવકનો આપઘાત છે કે પછી અકસ્માત?

સુરતના સિટીલાઈટ વિસ્તારમા 21 વર્ષીય વિદ્યાર્થી 10 માં.માળે થી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.સુરત ના સિટીલાઈટ વિસ્તાર માં આવેલ વિભા વિનર રો હાઉસ મા રહેતા વેદાંત રવિ નામનો 21 વર્ષીય યુવાન રેસિડેન્સીના 10માં માળે થી નીચે પટકાતા મોત થયું હતું.યુવક નીચે પટકાતા તેમના મોત વિશે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

જેમાં સવાલએ થાય છે કે 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો કે પછી અકસ્માતે નીચે પટકાયો.યુવાન જેવો નીચે પટકાયો. તેવી જ માથાના ભાગે યુવકને ગંભીર ઇજા પહોંચતા યુવક નું ઘટના સ્થળે જ મોત થયું હતું.હાલ વેદાંત રવિ ના મોત ને લઈ પોલીસે લાશને પી એમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડી મોત મામલે વધુ તપાસ શરી કરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત,આપઘાત કે પછી અકસ્માત...?


આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…

આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત