Not Set/ IPL 2018  : પંજાબને ૧૫ રને હરાવી રાજસ્થાને મેળવી રોયલ જીત

જયપુર, જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમે ૧૫ રને શાનદાર વિજય મેળવ્યો છે. RRની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૫૯ રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૪૩ રન જ બનાવી શકી હતી અને RRની ટીમે સતત હાર બાદ ટુર્નામેન્ટમાં […]

Top Stories Sports

જયપુર,

જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમે ૧૫ રને શાનદાર વિજય મેળવ્યો છે. RRની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૫૯ રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૪૩ રન જ બનાવી શકી હતી અને RRની ટીમે સતત હાર બાદ ટુર્નામેન્ટમાં પોતાનો ચોથો વિજય હાંસલ કર્યો હતો.

રાજસ્થાનના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જોશ બટલર, સ્પિન બોલર કે ગૌતમ અને ઈશન શોઢી રહ્યા હતા.  પરંતુ વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરને ૮૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૫૮ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RRની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન અજીન્ક્ય રહાને માત્ર ૯ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ૫૮ બોલમાં ૮૨ રનની મેચ વિનિંગ રમી હતી. બટલરે ૮૨ રનની તુફાની ઇનિંગ્સ દરમિયાન ૯ ચોક્કા ૧ સિક્સર ફટકારી હતી.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કે ગૌતમ માત્ર ૫ રન બનાવી સ્ટોનિશનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસને ૨૨ રન અને ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ૧૪ રન ફટકાર્યા હતા. આ સિવાય RRનો કોઈ બેટ્સમેન પંજાબના બોલરો સામે ટકી શક્યા ન હતા. પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇએ સૌથી ૪ વિકેટ ઝડપી હતી જયારે સ્પિન બોલર મુજિબે ઉર રહેમાને ૨ વિકેટ ઝડપી હતી.

RRની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૫રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને માત્ર ૧૪૩ રન બનાવી શકી હતી અને ૧૫ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. ૧૫૯ રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક બેટ્સમેન ક્રિશ ગેલ માત્ર ૧ રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન આર અશ્વિન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે કરુણ નાયર પણ માત્ર ૩ રન બનાવ્યા હતા.

બીજી બાજુ ઓપનર બેટ્સમેન કે એલ રાહુલે ટીમનો એક છેડો સાચવી રાખતા માત્ર ૭૦ બોલમાં અણનમ ૯૦ રનની મેચ વિનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. રાહુલે ૯૦ રનની ઇનિંગ્સ દરમિયાન ૨ સિક્સર અને ૧૧ ચોક્કા ફટકાર્યા હતા. જયારે ઓલરાઉન્ડર ખેલાડી સ્ટોનિશે ૧૧ રન બનાવ્યા હતા. RRની ટીમ તરફથી સ્પિન બોલર કે ગૌતમે ૨ વિકેટ ઝડપી હતી જયારે બેન સ્ટોકસ અને ઈશન શોઢીએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.