Kheda/ અંગદાન મહાદાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક રહ્યા હાજર

અંગદાન એ મહાદાન છે તેવો સંદેશો આપતા લોકજાગૃતિ કાર્યક્રમ માતર ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક સંચાલક દિલીપભાઈ દેશમુખ(દાદા)ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Gujarat Others
અંગદાન એ મહાદાન
  • અંગદાન મહાદાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન
  • એન.સી પરીખ હાઇસ્કુલમાં કાર્યક્રમનું આયોજન
  • અંગદાન એ મહાદાન છે તેવો અપાયો સંદેશો
  • અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક રહ્યા હાજર
  • દિલીપભાઈએ અંગદાન વિશે આપી જાણકારી

અંગદાન મહાદાન અંતર્ગત માતરની એન.સી પરીખ હાઇસ્કુલમાં કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. અંગદાન એ મહાદાન છે તેવો સંદેશો આપતા લોકજાગૃતિ કાર્યક્રમ માતર ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક સંચાલક દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક માર્ગદર્શક અને સંચાલક એવા દિલીપભાઈ દેસમુખે અંગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

અંગદાનને સર્વોત્તમ દાન ગણવામાં આવ્યું છે. જેવી રીતે એક જ્યોતમાંથી બીજી જ્યોત પ્રગટે એવી જ રીતે અંગદાન થકી એક જીવનમાંથી બીજું જીવન પ્રગટતું હોય છે.  સમગ્ર ગુજરાતમાં ‘અંગદાન’નો મહાયજ્ઞ પ્રજ્જવલિત કરી અંગદાન અંગેની જાગૃતિ માટે સતત કામ કરનાર શ્રી દિલીપભાઇ દેશમખભાઈની અધ્યક્ષતામાં માતરની એન સી પરીખ હાઇસ્કુલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાંથી ત્રણ વ્યક્તિઓએ અંગદાન કરી લોકોને પ્રેરણા આપી હતી.તેવા ત્રણ પરિવારના સભ્યોનું અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈના હાથે સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં નડિયાદના અરુણભાઈ પ્રજાપતિ કે જેઓને મગજમાં ગાંઠ હતી અને પછી તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારે નિર્ણય લીધો હતો.અને નડિયાદના બીજા વિદ્યાબેન કેતનભાઈ પટેલને બેઈન સ્ટ્રોક આવ્યો હતો અને 8 દિવસ સુધી તેમને રિકવરી ન આવતા કેતનભાઈના પરિવારે નિર્ણય કર્યો.અને ત્રીજા મહેમદાવાદ તાલુકાના ખંભાલીના ભવિનભાઈ ગીરીશભાઈ પરમારને અકસ્માત થયો હતો.તેઓને પણ રિકવરી ન આવતા તેમના પરિવારે નિર્ણય લીધો હતો.

આ કાર્યક્રમમાં લોકો બ્રેઈનડેડ થયેલી વ્યક્તિઓ જો તેમના પરિવારજનો ઈચ્છે તો આઠ જેટલી વ્યક્તિઓ કે જે મૃત્યુની રાહ જોઈને બેસી રહે છે તેઓને માટે તેઓ નવજીવન બક્ષી શકે છે. આ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરક માર્ગદર્શક અને સંચાલક એવા દિલીપભાઈ દેસમુખે અંગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પણ વાંચો:પાલક પિતાએ અપંગ પુત્રી પર કર્યું દુષ્કર્મ, પિતા-પુત્રીના સંબંધો પર લાગ્યું કલંક