Surat/ રોગચાળો વકર્યો, ઝાડા-ઉલટીથી મહિલા અને બાળકના નિપજયા મોત

સુરતમાં રોગચાળો વકર્યો. શહેરમાં રોગચાળો ફાટી નીકળતા ઝાડા-ઉલટી થતા બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. શહેરમાં વધતા રોગચાળાએ બે લોકોનો ભોગ લીધો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 11T163614.130 રોગચાળો વકર્યો, ઝાડા-ઉલટીથી મહિલા અને બાળકના નિપજયા મોત

સુરતમાં રોગચાળો વકર્યો. શહેરમાં રોગચાળો ફાટી નીકળતા ઝાડા-ઉલટી થતા બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. શહેરમાં વધતા રોગચાળાએ બે લોકોનો ભોગ લીધો. જેમાં એક બાળક અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. શહેરમાં સચિન જીઆઈડીસી તીરુમાલા સોસાયટીમાં રહેતા ભોજપુરી પરીવારના 2 વર્ષના બાળકનું મોત નિપજયું છે. બાળકને અચાનક ઝાડા-ઉલટી થતા પરિવાર તેને સારવાર માટે દવાખાને લઈ ગયો. પરંતુ તબીબ સારવાર મળ્યા બાદ પણ બાળકની તબિયત વધુ લથડી અને ઘર પર જ તેનું મોત નિપજયું. બાળકના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો છે.

શહેરમાં ફેલાયેલ રોગચાળાનો શિકાર એક મહિલા પણ બની છે. 28 વર્ષીય યુવતીને પણ ઝાડા-ઉલટી થયા બાદ તબિયત વધુ લથડતા મોત નિપજયું. કલાવતી નામની મહિલાને ગતરોજ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને ત્યારબાદ ઝાડા-ઉલટી થતા અર્ધબેભાન થઈ ગયા. મહિલાને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ સારવાર દરમ્યાન જ મોત નિપજયું.

રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કેટલાક સ્થાનો પર હવામાન પલટાતા વરસાદી માહોલના એંધાણ પણ જોવા મળ્યા છે. વારંવાર બદલાતા હવામાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં પાણીજન્ય રોગચાળાના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગ એકશનમાં આવતા અનેક સ્થાનો તપાસની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ, 2 વર્ષ પહેલા કાવેરી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો

આ પણ વાંચો:ડાંગમાં એરગન સાથે પાંચ ઝડપાયા