Rajkot/ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ કોરોના વેક્સિનનો ડર, 2113 એ ન લીધી..!

સામાન્ય જનતામાં કોરોનાની વેક્સિન લેવા માટે ડર હોય તે સ્વાભાવિક છે, પરંતુ વેક્સિન આવ્યા બાદ પણ આરોગ્ય કર્મચારીઓ અને આડઅસરના અહેવાલો મીડિયામાં વહેતા થાય છે ત્યારે રાજકોટ

Top Stories
1

સામાન્ય જનતામાં કોરોનાની વેક્સિન લેવા માટે ડર હોય તે સ્વાભાવિક છે, પરંતુ વેક્સિન આવ્યા બાદ પણ આરોગ્ય કર્મચારીઓને આડઅસરના અહેવાલો મીડિયામાં વહેતા થાય છે ત્યારે રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સામેની વેક્સિન લેતાં ડરતા હોય તેવું ખુદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ અનેક કર્મચારીઓએ હજુ સુધી વેક્સિન લીધી નથી. આથી તાજેતરમાં ડે.કમિશનર કક્ષાએથી તમામ શાખાઓના કર્મચારીઓના નામ જોગ પરિપત્ર પ્રસિધ્ધ કરી રસીકરણ માટે તાકીદ કરવામાં આવી છે.

1

Chamoli / ઉત્તરાખંડમાં હજુ પણ 13 ગામો સંપર્ક વિહોણા, 35 લોકો ટનલમાં ફસાયેલા : ગૃહમંત્રી અમીત શાહ

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાની યાદી ક્રમાંક-રામનપા/મહેકમ/1775 તા.6-2-2021થી ડે.કમિશનરે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોરોના ફ્રન્ટલાઇન વર્કસ તરીકે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને કોવિડ-19 વેક્સિન મુકાવવા જાણ કરવામાં આવેલ છે તેમ છતાં અનેક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ હજુ સુધી વેક્સિન મુકાવેલ નથી તેની યાદી જાહેર કરાયેલ છે. જેમાં વિવિધ શાખાના 2113 કર્મચારીઓ સમાવિષ્ઠ છે. આ તમામ કર્મચારીઓને વહેલામાં વહેલી તકે વેક્સિન મુકાવી લેવા તાકીદ છે.

1
2

Education / રાજસ્થાનના લાખો વાલીઓ માટે માઠા સમાચાર, સ્કૂલોને 100 ટકા ફી વસૂલવા સુપ્રીમની ગ્રીન સિગ્નલ

ગેરસમજ અને અફવાઓથી દૂર રહો અને વેક્સિન અચૂક લો : મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મ્યુનિ. સ્ટાફને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારની ગેરસમજ અને અફવાઓથી દૂર રહીને મ્યુનિ. સ્ટાફે કોરોના સામેની વેક્સિન લેવી જોઇએ. કોઇપણ પ્રકારની વેક્સિન લેવામાં આવે ત્યારે 12થી 24 કલાક સુધી તેની સાઇડ ઇફેકટ આવતી હોય છે જે ખૂબ સામાન્ય હોય છે તેનાથી બિલકુલ ડરવાની જર નથી. કર્મચારીઓ વહેલી તકે વેક્સિન લઇ લ્યે તે જ તેમના હિતમાં છે.

Chamoli / ઉત્તરાખંડમાં દિવસ રાત એક કરીને બચાવ કામગીરીમાં વ્યસ્ત જવાનો, તેઓની હિંમત અને બહાદુરીને સો સો સલામ

 કર્મચારી પણ એકલા વેક્સિન લેવામાં ડરે છે…!!!

વ્યક્તિગત રીતે મહાનગરપાલિકાને કર્મચારીઓને લેવા માટે જ્યારે સમજ આપવામાં આવી ત્યારે કેટલીક હાસ્યાસ્પદ બાબતો સામે આવી હતી. કે રાજકોટ મહાનગરપાલિકાની  શાખામાં કર્મચારી તરીકે કામ કરવા છતાં વેક્સિન લેવા માટે એકલા ડર લાગી રહ્યો હોય પરિવાર સાથે લેવા માટે તૈયારી બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે,કોરોના સામેની રસી નહીં લેનાર કર્મચારીઓને વ્યક્તિગત રીતે બોલાવીને પુછપરછ કરવામાં આવી રહી છે તેમાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે , હું એકલો રસી લઇ લઉં તેમ ન ચાલે અમે પતિ-પત્ની બન્ને સાથે વેક્સિન લેશું! આ ઉપરાંત અલગ-અલગ કર્મચારીઓએ વિવિધ પ્રકારના બહાના રજૂ કર્યા હતાં. જેના કારણે અધિકારીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

1

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…