Not Set/ રામલીલા મેદાનમાં ગરજ્યા મોદી, કહ્યું, “ભાજપના શાસનમાં દેશનો યુવા પોતાને કહે છે એક્સપ્રેસ”

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં પાર્ટીના ટોચના નેતાઓની ઉપરાંત ૧૦ હજાર કાર્યકતાઓ હજાર રહ્યા છે. #WATCH: PM Narendra Modi speaks at BJP National Convention in Delhi https://t.co/Srd91iOsKV— ANI (@ANI) January 12, 2019 શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે, ત્યારે […]

Top Stories India Trending
pm modi 2 રામલીલા મેદાનમાં ગરજ્યા મોદી, કહ્યું, "ભાજપના શાસનમાં દેશનો યુવા પોતાને કહે છે એક્સપ્રેસ"

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં પાર્ટીના ટોચના નેતાઓની ઉપરાંત ૧૦ હજાર કાર્યકતાઓ હજાર રહ્યા છે.

શનિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલીલા મેદાન પહોંચ્યા છે. આ દરમિયાન તેઓએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પોતાના ૪.૫ વર્ષના શાસનકાળ અંગે જણાવતા પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી તેમજ કોંગ્રેસ પર આકરા પ્ર્રહારો પણ કર્યા હતા.

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, 

અમારી સરકાર દ્વારા સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરી છે પરંતુ આ પણ સુનિશ્ચિત થયું છે કે ખેડૂતોને MSPનું દોઢ ઘણો ભાવ આપ્યો છે.

આજના યુવાનને ખબર છે કે, તેનો અવાજ સંભાળવામાં આવી રહ્યો છે. તે જાણે છે કે પોતાના દેશની શાન મજબૂત થઇ રહી છે. તે જાણે છે કે, દેશની આર્થિક અને સામાજિક વેલ્યુ મજબૂત થઇ રહી છે.

ભાજપની સરકારનો મૂળ મંત્ર છે કે, સબકા સાથ સબકા વિકાસ અને એક ભારત શ્રેષ્ઠ ભારત. જયારે અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરી રહ્યા છે ત્યારે એમાં અસ્મિતાઓ અને આકાંક્ષાઓ માટે પૂરું સ્થાન છે.

પહેલાથી જ જેઓને અનામત આપવામાં આવ્યું છે તેઓના હકને પાછા લીધા વિના ભાજપની સરકાર દ્વારા સામાન્ય વર્ગને ૧૦ % આરક્ષણ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

દેશમાં ક્યારેય પણ પ્રતિભાની કમી રહી નથી,કઠિન સમયમાં પ્રતિભા અમને ગૌરવવંતિત કરે છે.

છેલ્લા ચાર અર્શના વર્ષના શાસનમાં દેશનો યુવા પોતાને એક્સપ્રેસ માનવા લાગ્યો છે અને ઉર્જાથી ભરેલા યુવાનો જ દેશની શક્તિનું તેઓની આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

દેશના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જયારે કોઈ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. અમે આ વાત પર ગર્વ કરીએ છીએ.

સ્વતંત્રતા પછી જો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત તો દેશની તસ્વીર કઈક અલગ જ હોત. આ ઉપરાંત વર્ષ ૨૦૦૦ની ચૂંટણી પછી જો અટલ જી પ્રધાનમંત્રી બન્યા રહ્યા હોત તો આજે ભારતનું સ્થાન કઈ બીજું હોત.