santa claus/ કોઈ સાન્તાક્લોઝ આવશે અને ખુશ કરી જશે…..? બાળકને સત્ય સમજાવો

શા માટે આપણે બાળકને નાનપણથી એમ શીખવવું કે કોઈ ‘સાન્તાક્લોઝ’ આવશે અને તેને ખુશ કરી જશે ? બાળકને શીખવાડો કે સાન્તાક્લોઝ એક કાલ્પનિક પાત્ર છે જે લાલ અને સફેદ કપડાં ધારણ કરી બીજાને

Top Stories Relationships
shanta

 ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ

શા માટે આપણે બાળકને નાનપણથી એમ શીખવવું કે કોઈ ‘સાન્તાક્લોઝ’ આવશે અને તેને ખુશ કરી જશે ? બાળકને શીખવાડો કે સાન્તાક્લોઝ એક કાલ્પનિક પાત્ર છે જે લાલ અને સફેદ કપડાં ધારણ કરી બીજાને ખુશી વહેંચે છે. બાળકને શીખવાડો તારે ભજવવાનું છે સાન્તાક્લોઝ જેવું પાત્ર. ભગવાને તને ધરતી પર બીજા દુઃખી અને બેસહારા લોકોને ખુશી વહેંચવા માટે મોકલ્યો છે. આપણે બાળકને માંગવાનું ગળથૂથીમાંથી શીખવીએ છીએ અને પછી આપણને આગળ જતાં એમ થાય છે કે બાળક બહુ અપેક્ષા રાખે છે.

Uday Foundation: NGO Delhi, Donate food Delhi NGO, food shelter, clothes NGO CSR Partnership

 

Cricket / બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં થયા આ ફેરફાર, આ બે ખેલાડી…

આજ બાળક મોટો થતાં પોતાની ખુશી ને બીજા પર આધારિત બનાવી દે છે. પરિપક્વ ઉમરનો માણસ બન્યા પછી પણ તેને એવું લાગે છે કે તેને બીજા લોકો આવીને ખુશ કરી જશે. તેના સ્થાને બાળકને નાનપણથી માગતા નહીં પણ આપતા શીખડાવો. કોઈની પણ અપેક્ષા નહિ રાખતા તેને એમ કહો કે લોકો તારી રાહ જોઈને બેઠા છે, તારે જ બધાને ખુશ કરવાના છે, તને ઈશ્વરે આ માટે જ ધરતી પર મોકલ્યો છે. આમ કહીને તેને જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરો. આવું વારંવાર પુનરાવર્તન કરી અને શીખવવામાં આવશે તો જ બાળક જવાબદાર બનશે અન્યથા તે નાની-નાની બાબતોમાં પ્રેમ, લાગણી અને હુંફ બીજા લોકોમાં શોધવા લાગશે. તેને એવી અપેક્ષા થાય છે કે બહારથી કોઈ વ્યક્તિ આવી તેને અનોખી ભેટ આપશે.

How One Simple Idea Could Feed Millions of Hungry in India

Surat / મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત…

આગળ જતાં આવી બીજી વ્યક્તિ કે મસિહા તેના જીવનમાં આવશે તો જ તે ખુશ રહેશે…..! અહીંથી જ તનાવની શરૂઆત થાય છે. નાનપણથી જ બાળક ને આશા અને અપેક્ષાનું મોજું ખીલી પર ટાંગતા શીખવશો તો મોટો થઈને તેની અપેક્ષા અને આશા પણ મોટી જ થવાની છે. કારણકે આજે કોઈ પાસે બીજા લોકો માટે પુરતો સમય હોતો નથી યા તો કોઈ બીજાને પૂરતો સમય આપવા માગતા હોતા નથી. બધાનું એક અલાયદું વિશ્વ હોય છે. જેમાં તેઓ પોતાની રીતે પોતાની પ્રાથમિકતા નિર્ધારિત કરતા હોય છે. માટે બાળકને અત્યારથી એવી કેળવણી આપો કે તે અપેક્ષા રાખે નહીં પરંતુ તે એવો મજબૂત વ્યક્તિ કે એવો નેતા બનીને મોટો થાય કે લોકો તેની પાસે અપેક્ષા રાખશે. તેને પૂર્ણ કરવા માટે તેણે મજબૂતી હાંસલ કરવી પડશે. તેવી શારીરિક, માનસિક આધ્યાત્મિક તમામ પ્રકારની તાલીમ શિક્ષકોએ કે માતા-પિતાએ વર્તમાન પેઢીને આપવાની જરૂરિયાત છે.

The ugly secret that is tearing apart Indian families! - Times of India

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…