Surat/ મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત

અલ્પેશ કથીરિયાની બર્થ-ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જે બાદ અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

જીવલેણ કોરોના વાયરસની વેક્સીન ના આવે, ત્યાં સુધી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જ રહ્યું. આમ છતાં કેટલાક લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં નાઈટ કરફ્યુ દરમિયાન સામે આવ્યો છે. જ્યાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની બર્થ-ડે પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. જે બાદ અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત કરવામાં આવી છે. આ સાથે નિલેશ કુંભાણી સહિત ફાર્મહાઉસ માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. ASI અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો દસ મિનિટનો છે. આ વીડિયો રાતના  12 વાગ્યો હોય તેવું જણાવવા મળ્યું માં છે. આ ચર્ચાનો વિષય છે કે ગુજરાતમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે, તેમ છતાં પોલીસની બેદરકારી અને વહીવટની નબળાઇ માટે આવા પક્ષનું સંગઠન જવાબદાર છે. જો આ સમય દરમિયાન કોરોનાના કેસમાં વધારો થાય છે તો લોકોની સાથે સાથે સરકાર પણ એટલી જ જવાબદાર??

ઉલ્લેખીનીય છે કે સરકારની માર્ગદર્શિકા ફક્ત સામાન્ય લોકો દ્વારા અનુસરવામાં આવે છે. તે જ સમયે, રાજકારણીઓ અને રાજ્ય પ્રભુત્વ ધરાવતા લોકો રાત્રિના કર્ફ્યુ અને સામાજિક અંતરની કાળજી લેતા નથી.

જુઓ: અલ્પેશ કથીરિયા સહિત 3 અટકાયત, જયારે 4 પોલીસકર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો :‘હમ નહીં સુધરેગે’, હવે આ કન્વીનરની બર્થ-ડે પાર્ટીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આ પણ વાંચો : દાહોદઃ ઝાલોદ-લીંબડી હાઇવે પર અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો : મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…