સોશિયલ મીડિયા/ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે આર્મીના ચિનાર કોર્પ્સનું એકાઉન્ટ કર્યુ બ્લોક

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું એકાઉન્ટ લગભગ એક અઠવાડિયાથી બ્લોક કરી દીધું છે. ભારતીય અધિકારીઓએ એકાઉન્ટને બ્લોક કરવા માટે સોશિયલ મીડિયાનો સંપર્ક કર્યો હતો

Top Stories India
1 10 ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે આર્મીના ચિનાર કોર્પ્સનું એકાઉન્ટ કર્યુ બ્લોક

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું એકાઉન્ટ લગભગ એક અઠવાડિયાથી બ્લોક કરી દીધું છે. ભારતીય અધિકારીઓએ એકાઉન્ટને બ્લોક કરવા માટે સોશિયલ મીડિયાનો સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ સુધી Facebook કે Instagram તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના ચિનાર કોપર્સનું એકાઉન્ટ એક અઠવાડિયા પહેલા બ્લોક કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી તેને શરૂ કરવામાં આવ્યું નથી. જાણકારી પ્રમાણે અધિકારીઓએ એકાઉન્ટ બ્લોક થતા સોશિયલ મીડિયાનો સંપર્ક કર્યો હતો. પરંતુ એકવીક કરતા પણ વધુ સમય થઇ ગયો હોવા છતા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

આ રીતે અચાનક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યુ છે તેની માહિતી પણ અત્યાર સુધીઆપવામાં આવી નથી. નોંધનીય છે કે છેલ્લા સાત દિવસથી સેનાના ચિનાર કોર્પ્સનું એકાઉન્ટ બ્લોક છે.