ગુજરાત/ રાજ્યમાં પ્રથમવાર એથ્લેટિક્સ મીટનું આયોજન, 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા યોજાશે

હાલ મોબાઇલના જમાનામાં વિદ્યાર્થીઓ રમત-ગમતથી દૂર થઈ રહ્યા છે ત્યારે બાળકોને મોબાઇલથી મેદાનમાં લઈ જવાની મહામથામણનો હેતુ પણ આ મીટ પાછળ છે.

Gujarat Others
રાજ્યમાં પ્રથમવાર એથ્લેટિક્સ મીટનું આયોજન, 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા યોજાશે

રાજ્યમાં પ્રથમવાર સીધી રાજ્યકક્ષાની અંડર- 11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદીકા અમૃત મહોત્વસવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી આ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ટેનિસ બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ૬૦ મીટર દોડ, વગેરે જેવી 10 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. આ મીટમાં કુલ 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા રાખવામાં આવેલ છે.

  • રાજ્યમાં પ્રથમવાર એથ્લેટિક્સ મીટનું આયોજન
  • અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન
  • વિવિધ 10 પ્રકારની ઈવેન્ટ કરાશે
  • 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા યોજાશે
  • સ્પર્ધા ફેબ્રુ.ના અંત અથવા માર્ચ યોજાવાની શક્યતા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજોડ યુનિવર્સિટી ગણવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત’ મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ તથા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં સૌ પ્રથમ સીધી રાજ્યકક્ષાની અંડર ૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજોડ યુનિવર્સિટી છે. રમત-ગમત બાળકના વિકાસનો મહત્ત્વનો આયામ હોવાથી ભવિષ્યની ઓલિમ્પિકમાં ભારતને વધુ સારી સિદ્ધિ મળે તે માટે આ ઐતિહાસિક મીટનું આગવું આયોજન કુલપતિ હર્ષદભાઈ શાહની પ્રેરણાથી થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી આ મીટ યોજાઈ રહી છે. જેમાં વિવિધ ૧૦ પ્રકારની ઇવેન્ટ થશે.

આ મીટમાં કુલ ૧૧ લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારાં ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે. ભાગ લેવા ઇચ્છતાં બાળકો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો કોરોના નિયંત્રણમાં હશે તો સંભવતઃ આ સ્પર્ધા ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં યોજાઈ શકે છે, જેની આગામી સમયમાં જાહેરાત કરાશે.

વર્ષ ૨૦૩૬નો ઓલિમ્પિક ભારતના યજમાન પદે યોજાવાની સંભાવના છે, ત્યારે તેના માટે ભાવિ રમતવીરો તૈયાર કરવાના હેતુથી આ ઐતિહાસિક મીટનું આયોજન કરાયું છે. હાલ મોબાઇલના જમાનામાં વિદ્યાર્થીઓ રમત-ગમતથી દૂર થઈ રહ્યા છે ત્યારે બાળકોને મોબાઇલથી મેદાનમાં લઈ જવાની મહામથામણનો હેતુ પણ આ મીટ પાછળ છે. આ મીટમાં ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ૬૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ૬૦ મીટરની વિધ્નદોડ સ્પર્ધાઓ થશે. અંડર-૯ અને અંડર-૧૧ એમ બે શ્રેણીમાં આ સ્પર્ધા યોજાશે. ખેલાડીઓએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

Covid-19 / રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, પરંતુ મોતનો આંક હજુ પણ ચિંતાજનક

ગુજરાત / રાજ્યમાં આજે વેકસીનેશન આંક 10 કરોડને પાર પહોંચ્યું :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?