ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો નોધાયો હતો. જેમાં હવે ધીમે ધીમે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 11017 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,14,611 પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15,264 છે. . રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,27,483 છે. રાજયમાં કોરોનાના વાયરસના કેસોમાં ઘટાડાની સાથે દર્દીઓની રિકવરી પણ વધતા જોવા મળી રહી છે. દરરોજ પોઝિટિવ કેસની સામે રિકવરી કરી બહાર નિકળતા દર્દીઓ વધારે જોવા મળી રહ્યા .
રાજય માં મહેસાણામાં 4, વડોદરામાં 4, રાજકોટમાં 3, સુરતમાં 5, જૂનાગઢમાં 5, અમરેલીમાં 2, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, જામનગરમાં 3, આણંદમાં 1, ભરૂચમાં 2, ગીર સોમનાથમાં 1, ખેડામાં 2, કચ્છમાં 4, મહિસાગરમાં 2, ગાંધીનગરમાં 2, પાટણમાં 1, સાબરકાંઠા 1, દેવભૂમી દ્વારકામાં 1, અરવલ્લીમાં 1, વલસાડમાં 1, દાહોદમાં 1 અને મોરબીમાં 1 દર્દીઓનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 102 દર્દીઓના મોત થયા છે.