Not Set/ “રેવા”નું રોદ્ર સ્વરૂપ : નર્મદા ડેમનાં 23 દરવાજા 3.6 મી. ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડાયું

નર્મદાનો સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર ઓવરફલો થયો છે. જેને લઇને નર્મદા નદીમાં હાલ 8 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નદી હાલ બે કાંઠે વહી રહી છે. જયારે કાંઠા પરનાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ચાલીસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા ટીમો પણ ખડકી દેવામાં […]

Top Stories Gujarat Others
sardar sarovar "રેવા"નું રોદ્ર સ્વરૂપ : નર્મદા ડેમનાં 23 દરવાજા 3.6 મી. ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડાયું

નર્મદાનો સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર ઓવરફલો થયો છે. જેને લઇને નર્મદા નદીમાં હાલ 8 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નદી હાલ બે કાંઠે વહી રહી છે. જયારે કાંઠા પરનાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ચાલીસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા ટીમો પણ ખડકી દેવામાં આવી છે. ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઇ જતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

23 દરવાજા 3.6 મીટર સુધી ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડાયું

આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી નર્મદા ડેમમાં 6.61 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમના મવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા, સરદાર સરોવર ડેમની સપાટીમાં પાણી છોડી ઘટાડી 136.02 મીટર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.