જમ્મુ-કાશ્મીર/ બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, ત્રણ આતંકી કર્યા ઠાર

બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ સુધી આતંકવાદીની ઓળખ થઈ શકી નથી.

Top Stories India
ચંદાજી

જમ્મુ અને કાશ્મીરનાં બાંદીપોરામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જણાવી દઈએ કે, બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ સુધી આતંકવાદીની ઓળખ થઈ શકી નથી. સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ ચંદાજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો – બીનહરીફ થશે /  જમીન વિકાસ બેંક રાજકોટ-મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર હરદેવસિંહ જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો કર્યો જાહેર

કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વીટમાં એન્કાઉન્ટરને લગતી માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં વડા મસૂદ અઝહરનાં ભત્રીજા અને 2019 નાં પુલવામા હુમલાનાં આયોજનમાં સામેલ બે પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ પુલવામામાં એન્કાઉન્ટરમાં માર્યા હતા. દરમ્યાન, પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વિજય કુમારે મંગળવારે ટોચનાં 10 આતંકવાદીઓની યાદી જાહેર કરી જે જમ્મુ -કાશ્મીર પોલીસનાં નિશાના હેઠળ છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા અડધા કલાકથી બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે આ આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે. ફાયરિંગ વચ્ચે સુરક્ષા દળોની એક ટીમ નજીકમાં રહેતા લોકોને બહાર કાઢી રહી છે. સાવચેતીનાં ભાગરૂપે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

આ યાદીમાં 7 જૂના આતંકીઓનો સમાવેશ થાય છે – સલીમ પરે, યુસુફ કાંત્રો, અબ્બાસ શેખ, રિયાઝ શેતગુંડ, ફારુક નાલી, ઝુબેર વાની અને અશરફ મોલવી. આ સાથે જ ત્રણ નવા આતંકવાદીઓ સાકિબ મંઝૂર, ઉમર મુસ્તાક ખાંડે અને વકીલ શાહનું નામ પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. પોલીસે અનંતનાગમાં ટેરર ​​મોડ્યુલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે અને 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, સોમવારે રાજ્ય પોલીસે અનંતનાગ શહેરમાં વિસ્ફોટ કરવા અને યુવાનોને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રેરિત કરવા માટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.