દિલ્હી/ સત્યેન્દ્ર જૈને પાછી ખેંચી ED સામેની અરજી, કહ્યું- લીક થયેલા વીડિયો બતાવવા પર લાગે પ્રતિબંધ

મંત્રી સત્યેન્દ્ર જૈને ED વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. અરજીમાં, ED પર કોર્ટમાં એફિડેવિટ હોવા છતાં તિહાર જેલની અંદર મસાજ કરવામાં આવતા CCTV ફૂટેજ લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

India Trending
સત્યેન્દ્ર જૈને

આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ જેલમાં છે. તેમને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. ભાજપે AAP સરકાર પર સત્યેન્દ્ર જૈને જેલની અંદર VIP સુવિધાઓ આપવાનો આરોપ લગાવ્યો છે. સત્યેન્દ્ર જૈનના ઘણા વીડિયો લીક થયા છે, જેમાં તે મસાજ કરાવતા અને ડ્રાયફ્રુટ્સ ખાતા જોવા મળી રહ્યા છે.

સત્યેન્દ્ર જૈને પોતાના CCTV ફૂટેજ મીડિયાને લીક કરવા બદલ ED વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટને મીડિયામાં લીક થયેલા વીડિયો બતાવવા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. સત્યેન્દ્રએ સોમવારે ED સામે દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.

રાહત માટે યોગ્ય ફોરમનો સંપર્ક કરશે

સત્યેન્દ્ર જૈનના વકીલે વિશેષ ન્યાયાધીશ વિકાસ ધુલને કહ્યું કે તેઓ આ મામલે રાહત માટે યોગ્ય ફોરમનો સંપર્ક કરશે. આ પછી કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. સત્યેન્દ્ર જૈનની અરજીમાં, ED પર કોર્ટમાં એફિડેવિટ આપવા છતાં તિહાર જેલની અંદર મસાજ કરાવતા હોવાના CCTV ફૂટેજ લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, આ મહિનાની શરૂઆતમાં, સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં મસાજ કરાવતા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ પછી બીજી ઘણી વીડિયો ક્લિપ્સ પણ સામે આવી હતી. અગાઉ જામીનની સુનાવણી દરમિયાન EDએ જૈન પર જેલની અંદર VIP સુવિધાઓ લેવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે અગાઉ ED તેમજ જૈનની કાનૂની ટીમને આ સંબંધમાં સોગંદનામું અને વીડિયોની કોઈપણ સામગ્રી લીક ન કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:ભાજપના દિગ્ગજ અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ, રાષ્ટ્રીય અધ્યક્ષના હાથે ખેસ ધારણ કર્યો

આ પણ વાંચો:આપને ફટકોઃ કચ્છના અબડાસામાં ગાયબ ઉમેદવાર ભાજપમાં ભળ્યો

આ પણ વાંચો:કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ,જાણો