Gujarat Election/ કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ,જાણો

કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ સામે ચૂંટણી પંચંમા ફરિયાદ થયા બાદ આજે ગ્યાસુદ્દીન શેખ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

Top Stories Gujarat
  • અમદાવાદઃ ગ્યાસુદ્દીન શેખ વિરૂદ્ધ ફરિયાદ
  • કોંગ્રેસ ઉમેદવાર વિરુદ્ધ પોલીસમાં થઈ ફરિયાદ
  • દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદિન શેખ વિરુદ્ધ ફરિયાદ
  • ચૂંટણીમાં મતદાનનો સમય 8 થી 6 દર્શાવ્યો
  • મતદાન ઓછું થાય તેવા આશયનો ફરિયાદમાં ઉલ્લેખ
  • મતવિસ્તાર કાર્યકરોએ પત્રિકાઓનું વિતરણ કરતા ફરિયાદ
  • લોક પ્રતિનિધિત્વ કલમ 127 A મુજબ ફરિયાદ નોંધાઈ
  • ચૂંટણી અધિકારી એ મધુપુરા પોલીસમાં ફરિયાદ

ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હવે આરોપ પ્રતિઆરોપ લાગી રહ્યા છે, નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ સામે ચૂંટણી પંચંમા ફરિયાદ થયા બાદ આજે ગ્યાસુદ્દીન શેખ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દરિયાપુર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉમેદવાર ગ્યાસુદ્દી શેખ સામે માધુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ગ્યાસુદ્દીને પોતાના મત વિસ્તારમાં પત્રિકાનું વિતરણ કરાવ્યું છે. આ પત્રિકામાં ચૂંટણીમાં મતદાનનો સમય 8થી 6  દર્શાવ્યો છે,જેનાથી મતદાન ઓછું મતદાન થાય તેવા આશ્ય હોવાના લીઘે તેમના વિરૂદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ કલમ 127 a મુજબ ફરિયાદ નોંધાવી છે .ચૂંટણી અધિકારીએ માધુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

Gujarat Election/સુરતના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધોગપતિ અને પદાધિકારીઓ સાથે

વિધાનસભા ચૂંટણી/ ભાજપની સહયોગી પાર્ટી અપના દળે અબ્દુલ્લા સામે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી