- જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા
- રાજ્યના પૂર્વ મંત્રી છે જયનારાયણ વ્યાસ
- ખડગેની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે
- જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામુ
- થોડા દિવસ પહેલા આપ્યું હતું રાજીનામું
- કોંગ્રેસ ઉમેદવારને સમર્થનની કરી હતી જાહેરાત
- ગઈકાલે સિદ્ધપુરમાં કરી હતી જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરી દિવસો જ બાકિ છે ત્યારે રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસ આજે સત્તાવાર રીતે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થયા છે.આજે તેઓ કોંગ્રસ ભવનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે,,અને તેમના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ભાજપના દિગ્ગજ નેતા જયનારાણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું. ગઇકાલે તેમણે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરવાની કરી હતી જાહેરાત. ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે તે કોંગ્રેસમાં સામેલ થશે તે અટકળો પર આજે પૂર્ણ વિરામ લાગી ગયું છે. જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે એક મહિના પહેલા ગુપ્ત બેઠક યોજાઇ હતી. તે સમયે જ સમાચાર વહેતા થયા હતા કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ થશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોત, કોગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ખડ઼ગેની ઉપસ્થિતિમાં વ્યાસ કોંગ્રેસમાં સામેલ થયા છે. જયનારાયણના સામેલ થવાથી કોંગ્રેસને ફાયદો થશે કે કેમ એ તો ચૂંટણીના પરિણામમાં જાણી શકાશે.