Not Set/ ભાજપના આ MLAએ કહ્યું, “અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ અમારી છે”

લખનઉ, છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યા છે, તો બીજી બાજુ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે એમ આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બાદ સરકારના મંત્રીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. BJP […]

Top Stories India Trending
2018 1image 14 09 012667530a ll ભાજપના આ MLAએ કહ્યું, "અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ અમારી છે"

લખનઉ,

છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યા છે, તો બીજી બાજુ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે એમ આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બાદ સરકારના મંત્રીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે.

ઉત્તરપ્રદેશના કેસરગંજ સીટ પરથી ભાજપના ધારાસભ્ય મુકુટ બિહારી વર્માને જયારે રામમંદિર અંગે સવાલ પુછવામાં આવ્યો તેઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરતા પણ એક પગલું આગળ માંડ્યું છે.

સુપ્રીમ કોર્ટ પણ અમારી જ છે. જેથી રામ મંદિર બનીને જ રહેશે”

11 08 2017 ram mandir and supreme court10 ભાજપના આ MLAએ કહ્યું, "અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ અમારી છે"
national-up-bjp-mla-mukut-bihari-verma-ram-mandir-supreme-court-statement

તેઓએ રામ મંદિરના નિર્માણ અંગે જણાવતા કહ્યું, “ભાજપ વિકાસના મુદ્દે સત્તા પાર આવી છે, પરંતુ રામ મંદિર બનીને જ રહેશે. કારણ કે અમારો આ દ્રઢ સંકલ્પ છે”.

ભાજપના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, “આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ પણ અમારી જ છે. જેથી રામ મંદિર બનીને જ રહેશે”. સાથે સાથે તેઓએ ઉમેર્યું હતું કે, ન્યાયપાલિકા, પ્રશાસન, દેશ અને મંદિર પણ અમારું છે”.

કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવીને બનાવી શકે છે રામ મંદિર : કેશવ પ્રસાદ મૌર્ય

KESAV ભાજપના આ MLAએ કહ્યું, "અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ અમારી છે"
national-up-bjp-mla-mukut-bihari-verma-ram-mandir-supreme-court-statement

જો કે આ પહેલા યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ રામ મંદિરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતા કહ્યું હતું કે, “મંદિરના નિર્માણ માટે જયારે કોઈ વિકલ્પ બચતો નથી, ત્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે અને આ મામલે સતત સુનાવણી ચાલી રહી છે. અમને આશા છે કે, ટુંક જ સમયમાં આ મુદ્દે નિર્ણય આવી શકે છે”.

રામ મંદિરનું નિર્માણ આ લોકો માટે હશે શ્રદ્ધાંજલિ

મૌર્યએ આ પણ કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને સ્વર્ગીય નેતા અશોક સિંઘલ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રામચંદ્ર દાસ પરમહંસ અને માર્યા ગયેલા કારસેવકો માટે શ્રાધ્ધાંજલિ હશે”.