Not Set/ દેશમાં આગામી 2 વર્ષમાં 75 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે. ત્યારે દેશના ખૂણા ખૂણાને જોડવા આગામી 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન દોડવા લાગશે.

India
Untitled 223 દેશમાં આગામી 2 વર્ષમાં 75 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે

રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન કે જે દેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું મોડર્ન સ્ટેશન છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉપલબ્ધ સુવિધાઓથી આ રેલ્વે સ્ટેશન સજ્જ છે. જેનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ તકે વડાપ્રધાને અન્ય એક જાહેરાત કરી છે. પીએમે જણાવ્યુ છે કે આગામી 2 વર્ષમાં દેશમાં 75 વંદે ભારત ટ્રેનો દોડતી થઈ જશે..

આ પણ વાંચો :બનાસકાંઠા / આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે : ગેનીબેન ઠાકોર

નોંધનીય છે કે આ અગાઉ 15મી ઓગસ્ટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે, આજથી દેશએ 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીંથી આજની 100 વર્ષ સુધીની સફર “ભારત સર્જનનું અમૃતકાલ ” સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌના પ્રયાસથી દેશને આગળ લઈ જઈશું. સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે. ત્યારે દેશના ખૂણા ખૂણાને જોડવા આગામી 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન દોડવા લાગશે. આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો દેશના ખૂણે ખૂણે જોડાશે.

આ પણ વાંચો :ગુજરાત /  રાજયમાં સ્પેશિયલ ટ્રેનો હવે નિયમિત ટ્રેન નંબરો સાથે દોડતી જોવા મળશે

નવી દિલ્હી અને વારાણસી વચ્ચે T18 ટ્રેન એટ્લે કે વંદે ભારતનો ટ્રાયલ રન 2 ફેબ્રુઆરી, 2019ના રોજ થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તેને ફ્લેગ ઓફ કરી હતી.