Political/ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પાસે ભારતના વડાપ્રધાન બનવાની તમામ યોગ્યતા

આ બેઠકમાં જાતિ વસ્તી ગણતરી, વસ્તી નિયંત્રણ કાયદા સહિતના મુદ્દાઓ પર  જેડીયુની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષના સંબંધિત ઠરાવો પર મહોર લાગી હતી

Top Stories India
nitish kumar 1 બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પાસે ભારતના વડાપ્રધાન બનવાની તમામ યોગ્યતા

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે ભારતના વડાપ્રધાન બનવાની તમામ લાયકાત છે, જોકે તેઓ પીએમ પદના દાવેદાર નથી. રવિવારે જેડીયુની રાષ્ટ્રીય પરિષદે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી  જેને સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી સાડા ​​ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં જાતિ વસ્તી ગણતરી, વસ્તી નિયંત્રણ કાયદા સહિતના મુદ્દાઓ પર  જેડીયુની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષના અભિપ્રાય સાથે સંબંધિત ઠરાવો પર મહોર લાગી હતી.

જેડીયુ રાજ્ય મથકના કારપુરી ઓડિટોરિયમમાં પાર્ટી નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય સ્ટીલ મંત્રી આરસીપી સિંહ, સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા, સાંસદ બસિષ્ઠ નારાયણ સિંહ, જેડીયુ રાષ્ટ્રીય પરિષદના આશરે અઢીસોથી વધારે સભ્યો હાજર રહ્યા હતા.  રંજન ઉર્ફે લાલન સિંહે એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેઓ એનડીએમાં પીએમ ઉમેદવાર પણ છે. આથી નીતિશ કુમાર આ પદ માટે દાવેદાર નથી. પરંતુ, અમે માનીએ છીએ કે નીતિશ કુમારની તમામ લાયકાતો અને પીએમ પદ માટે જરૂરી ઉચ્ચતમ સ્તરનું સમર્પણ અને યોગ્યતા છે. લાલન સિંહનો આ ઠરાવ જેડીયુ રાષ્ટ્રીય પરિષદે સર્વાનુમતે પસાર કર્યો હતો.