Not Set/ કોરોના રસી લગાવવામાં આ રાજ્ય મોખરે, પુખ્તવયના લોકોને 100 ટકા રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

આરોગ્ય મંત્રી રાજીવ સૈઝલે રવિવારે જણાવ્યું હતું કે, ‘અમે પુખ્ત વસ્તીના 100% લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે

Top Stories
hariyana કોરોના રસી લગાવવામાં આ રાજ્ય મોખરે, પુખ્તવયના લોકોને 100 ટકા રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

ભારતે વેક્સિનશેનમાં એક જ દિવસમાં એક કરોડ ડોઝ લગાવીને ઇતિહાસ રચ્યો છે , દેશમાં રસીકરણનો અભિયાન પુરજોશમં ચાલી રહ્યું છે. હિમાચલ  પ્રદેશમાં પ્રજા ખુબ જાગૃત હોવાથી કોરોના રસી લેવામાં અગ્રેસર છેે જેના લીધે આજે રાજ્યે કોરોના રસી મામલે રેકોર્ડ બનાવ્યો છે  હિમાચલ પ્રદેશના  આરોગ્ય મંત્રી રાજીવ સૈઝલે રવિવારે જણાવ્યું હતું કે, ‘અમે પુખ્ત વસ્તીના 100% લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે, હિમાચલ પ્રદેશ આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

 

 

 

આરોગ્ય મંત્રી સૈઝલએ વધુમાં કહ્યું કે અમારું લક્ષ્ય 30 નવેમ્બર સુધીમાં આ તમામ લોકોને કોરોનાની રસીની બીજો ડોઝ આપવામાં આવશે, રાજ્યમાં કુલ 13 લાખ લોકો એવા છે કે જેમને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 ના સંચાલનમાં રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા કરી છે અને રાજ્ય રસીકરણના ક્ષેત્રમાં પણ શરૂઆતથી જ સારું કામ કરી રહ્યું છે.’ તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરશે જેમાં પીએમ મોદી લાભાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરશે.

કોવિડ -19 ના 209 નવા કેસ એક દિવસ પહેલા  નોંધાયા હતા, ત્યારબાદ રાજ્યમાં ચેપના કેસોની સંખ્યા 2,13,122 પર પહોંચી ગઈ હતી.  અને કોરોનાના કારણે છ લોકોના મોત થયા હતા જેના લીધે કુલ મૃત્યુઆંક 3,575 પર પહોંચી ગયો છે.