Covid-19/ ભારતમાં વેકસીનેશન પહેલા WHO એ આપી ચેતવણી, આ વર્ષે કોરોના…

ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ રેયાને જણાવ્યું કે કોરોનો વાયરસ મહામારીનું બીજું વર્ષ પ્રથમ કરતા ટ્રાન્સમિશન ડાયનામમિક્સ પર વધુ મુશ્કેલ હોઈ શકે છે. “

Top Stories India
a 201 ભારતમાં વેકસીનેશન પહેલા WHO એ આપી ચેતવણી, આ વર્ષે કોરોના...

વિશ્વને કોરોના ચેપથી થોડી રાહત મળી છે. પોઝિટીવ કેસ ઓછા થયા છે, તેમ જ ઘણા દેશોમાં રસીકરણ શરૂ થયું છે. ભારતમાં પણ તેની શરૂઆત 16 જાન્યુઆરીથી થવાની છે. આ માટેની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. વિવિધ શહેરોમાં રસી આપવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે કોરોના મહામારીનું બીજું વર્ષ પહેલાંની તુલનામાં વધુ મુશ્કેલ હોઈ શકે છે.

ડબ્લ્યુએચઓ હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ રેયાને જણાવ્યું કે કોરોનો વાયરસ મહામારીનું બીજું વર્ષ પ્રથમ કરતા ટ્રાન્સમિશન ડાયનામમિક્સ પર વધુ મુશ્કેલ હોઈ શકે છે. “અમે બીજા વર્ષમાં જઈ રહ્યા છીએ, ટ્રાન્સમિશન ડાયનામમિક્સ અને કેટલાક મુદ્દાઓને જોતા તે મુશ્કેલ હોઈ શકે છે,” રેયાને બુધવારે મોડી રાત્રે સવાલ-જવાબ સત્ર દરમિયાન જણાવ્યું હતું.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 11 માર્ચે કોવિડ -19 ના પ્રકોપને એક મહામારી જાહેર કરી હતી. આજની તારીખમાં, વિશ્વમાં 9.21 કરોડથી વધુ લોકો કોરોનો વાયરસથી સંક્રમિત છે. તેમાંથી 19.7 લાખ દર્દીઓની જીવલેણ હાલત વધુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો