Corona Update/ ભારતમાં કોરોના કાબૂમાં 24 કલાકમાં 17,000 નવા કેસ, રિકવરી 17,800

છેલ્લા દસ મહિનાથી વિશ્વસહિત ભારત દેશ પણ કોરોનાની વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો તેની વચ્ચે વેક્સિનના આગમનથી લોકોમાં નવી આશા બંધાઈ છે. બીજી તરફ કોરોના

Top Stories India
1

છેલ્લા દસ મહિનાથી વિશ્વસહિત ભારત દેશ પણ કોરોનાની વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો તેની વચ્ચે વેક્સિનના આગમનથી લોકોમાં નવી આશા બંધાઈ છે. બીજી તરફ કોરોના કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં ભારત માટે હવે કોરોના રહિતના સામાન્ય દિવસો ખૂબ જ નજીકમાં હોય તેમ લાગી રહ્યું છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,000 જેટલા કેસો નોંધાયા છે તો કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 17, 800 થઈ છે. તેમજ કોરોના સક્રિય કેસો  ઘટીને 2.10 લાખ રહ્યા છે.

Chart: Comparing The Novel Coronavirus With MERS, SARS And The Common Cold : Goats and Soda : NPR

Corona Update / વિશ્વમાં કોરોનાનું વિષચક્ર 24 કલાકમાં 2.35 લાખ નવા કેસ, અમેર…

ભારત દેશમાં હાલ કોરોનાની વેક્સિન શોધાઈ ગયા બાદ વેક્સિનેશન અભિયાનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેમજ દેશભરના વિવિધ સ્થળો પર પહોંચાડવામાં આવી રહી છે.ભારતમાં કોવિડ -19 ની વેક્સિન 16 જાન્યુઆરીથી શરૂ થાય છે અને પ્રથમ તબક્કામાં લગભગ ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓ અગ્રતાના ક્રમમાં વેક્સિન આપવામાં આવશે.સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે આગામી 16 જાન્યુઆરી 2021 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કુલ 287 સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરશે જેમાં રાજકોટના કુલ10 સ્થળોએથી વેક્સિનેશન લાઈવ કરવામાં આવશે જેને વડાપ્રધાનની નિહાળશે.

India delivers COVID jabs for 'world's biggest vaccination drive' | Coronavirus pandemic News | Al Jazeera

 

HighCourt / આંતરધર્મીય લગ્ન સંબંધે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,લગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…