Not Set/ બાયડના ધારાસભ્ય ધવલસિહ ઝાલા સામે 40 લાખની ખંડણી માંગવા મામલે ફરિયાદ

બાયડ, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ઘ પોસલી સ્ટેસનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ ધવલસિંહ સામે ખંડણીના આરોપસર નોંધવામાં આવી છે. બાયડના કોંગ્રસના ધારાસભ્ય સામે 40 લાખની ખંડણી માંગવાના આરોપ સાથે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા પોસ્ટથી ફરીયાદ મોકલી છે. સ્થાનિક કોંગ્રસના ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં શાંતિથી ધંધો કરવા માટે 40 લાખની ખંડણી માંગતી […]

Top Stories Gujarat Others Videos
mantavyanews 18 બાયડના ધારાસભ્ય ધવલસિહ ઝાલા સામે 40 લાખની ખંડણી માંગવા મામલે ફરિયાદ

બાયડ,

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિરુદ્ઘ પોસલી સ્ટેસનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ ધવલસિંહ સામે ખંડણીના આરોપસર નોંધવામાં આવી છે. બાયડના કોંગ્રસના ધારાસભ્ય સામે 40 લાખની ખંડણી માંગવાના આરોપ સાથે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા પોસ્ટથી ફરીયાદ મોકલી છે.

સ્થાનિક કોંગ્રસના ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં શાંતિથી ધંધો કરવા માટે 40 લાખની ખંડણી માંગતી ઓડિયો ક્લિપ સાથે હિંમતનગર પોલીસ મથકે રજુઆત કરતા રાજકારણમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

જોકે આ મામલે આજે હિંમતનગર પોલીસ મથકે આવેલી પોસ્ટ મારફતે અરજી મામલે ફરિયાદ આવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તેમજ આ મામલે ટૂંક સમયમાં ફરિયાદ સહીત ઓડિયો ક્લિપ સહિતની બાબતો સાથે પગલાં ભરવા તજવીજ હાથ ધરાઈ છે.

ધવલસિંહ ઝાલા સામે પૈસા માંગવાની ફરીયાદને લઇને હાલ તો લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ ભીસમાં મુકાઇ ગઇ છે અને આ અંગે અરવલ્લી કોંગ્રેસે પણ ચુપકીદી સેવી લીધી છે. જોકે પોલીસની તપાસમાં શુ બહાર આવે છે તેની પણ રાહ જોવાઇ રહી છે.