OMG!/ કોરોનાકાળમાં અધધ….ચાર દિવસમાં 2.66 કરોડનો દંડ

રાજ્યમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર નાગરિકો પાસેથી દંડ વસુલાશે

Gujarat
trafik કોરોનાકાળમાં અધધ....ચાર દિવસમાં 2.66 કરોડનો દંડ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે. જેના લીધે રાજ્યના પોલીસવડાએ કોરોના ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવાનું જાહેરનામું બહાર પાડયું હતું.

રાજ્યમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર નાગરિકો પાસેથી છેલ્લા ચાર દિવસમાં 2.66 કરોડનું દંડ વસૂલ્યો છે

કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં માઝા મૂકી છે. સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ઘણાબધા નાગરિકો કોરોનાના નિયમોનું પાલન કરતાં નથી તેનું ઉલ્લઘંન કરી રહ્યા છે. એવા નાગરિકો પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી છે. રાજ્યમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર નાગરિકો પાસેથી છેલ્લા ચાર દિવસમાં 2.66 કરોડનું દંડ વસૂલ્યો છે.

2410 લોકો પર કોરોના નિયમનું પાલન ના કરવા માટે અને ચારમહાનગરોમાં રાત્રી કફર્યુના નિયમ ભંગ બદલ 2373 વાહનો

અધિકારીના જણાવ્યા અનુસાર આ દંડની રકમ બે થી પાંચ એપ્રિલ વચ્ચે વસુલવામાં આવી છે. કોવિડ-ના નિયમોનું ઉલ્લઘંન કરનાર 6600 નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર 27761 લોકો પાસેથી માત્ર ચાર દિવસમાં 2.66 કરોડ દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત 1300 લોકો પર  નિયમના ઉલ્લઘંન માટે ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં 2410 લોકો પર કોરોના નિયમનું પાલન ના કરવા માટે તેમના પર ફરીયાદ કરવામાં આવી હતી અને ચારમહાનગરોમાં રાત્રી કફર્યુના નિયમ ભંગ બદલ 2373 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં.

જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહ્યાં છે જેના લીધે 2.66 કરોડ દંડ વસૂલાયો છે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. તેને અટકાવવા માટે કોરોનાના નિયમોમાં સખત નિયમો અમલી બનાવ્યા છે જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહ્યાં છે જેના લીધે 2.66 કરોડ દંડ વસૂલાયો છે.