રાજકોટ/ ગાંજાની હેરફેરી કરતાં BSNL ના કર્મચારી સહિત બેની ધરપકડ કરાઇ

31 ફસ્ટ ડિસેમ્બરની રાતને રંગીન બનાવવા 2021 વર્ષને બાય બાય અને 2022ના વર્ષને વેલકમ કરવા થતી ઉજવણી માટે વિદેશી દારૂની રેલમ છેલ કરવા

Gujarat Rajkot
Untitled 79 ગાંજાની હેરફેરી કરતાં BSNL ના કર્મચારી સહિત બેની ધરપકડ કરાઇ

31 ફસ્ટ ડિસેમ્બરની રાતને રંગીન બનાવવા 2021 વર્ષને બાય બાય અને 2022ના વર્ષને વેલકમ કરવા થતી ઉજવણી માટે વિદેશી દારૂની રેલમ છેલ કરવા માટે બુટલેગરોએ વિદેશી દારૂ મગાવતા પોલીસે લીલી સાજડીયાળી, નવઘણચોરા, શાપર અને રાજકોટમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડી રૂા. 7.46 લાખની કિંમતના 1751 બોટલ વિદેશી દારૂ સાથે છ દારૂના ધંધાર્થીની ધરપકડ કરી છે.આ  ઉપરાંતબીએસએનએલના કરારી કર્મચારી સહિત બે શખ્સોએ ઝડપી લઇ તેની પાસેથી રૂ.45 હજારની કિંમતનો દોઢ કિલો ગાંજો કબ્જે કરી પૂછતાછ કરતા સુરતનો શખ્સે ગાંજાનું ડીલવરી મેળવી, બીએસએનએલનો કરારી કર્મચારી છૂટક પુડી બનાવી વેપલો કરતો હોવાનું બહાર આવતા એસઓજીએ બંને શખ્સોને હવાલે કરતા ગાંધીગ્રામ પોલીસે બંનેના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

આ  પણ  વાંચો:બેદરકારી /  બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, કોરોનાને આપવામાં આવ્યું આમંત્રણ

 મળતી  માહિતી જામનગર રોડ પર એરપોર્ટ નજીક રેલનગર અંડરબ્રિજ જવાના રસ્તા તરફથી બાઇક પર પીએસઆઇ એમ.એસ.અંસારીએ અટકાવી પૂછતાછ કરતા બે બીએસએનએલમાં કરારી કર્મચારી નીતીનભાઇ ચુડાસમા  અને ચિંતન પ્રવિણ પંડ્યા હોવાનું જણાવતા પોલીસે તલાસી લેતા તેની પાસેથી દોઢ કિલો ગાંજા મળી આવતાં બંનેની અટકાયત કરી ગાંજો બાઇક મળી કુલ રૂ.45 હજારની મત્તા કબ્જે કરી ગાંધીગ્રામ પોલીસે હવાલે કરાતા બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

આ પણ  વાંચો:કોરોના કેર /  સુરતમાં કોરોના કેસમાં ઉછાળો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સહિત આટલા લોકો થયા સંક્રમિત

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કશ્યપ અને ચિંતન નશો કરવાની ટેવ હોવાથી ખર્ચ કાઢવા સુરતનો ચિંતન લાવતો અને કશ્યપ ગાંજાની પૂડી બનાવી છૂટક વેપલો કરતો હોવાનું રટણ કરી હતી. અગાઉ કેટલીવાર અને કોને કોને ડીલવરી કરી હતી અન્ય કોઇ ગાંજામાં સંડોવણ છે એ વધુ પોલીસે તપાસ હાથધરી છે.