AHEMEDABAD/ રસીકરણમાં પણ ઉદ્યોગપતિઓનું સેટિંગ, ડોક્ટરના સ્ટાફના નામે રસી મેળવતા ચકચાર

કોરોના મહામારી દરમિયાન કોઇ જવાબદારીની કામગીરી ન નિભાવનારા ઉદ્યોગપતિ અને બિલ્ડરોએ રસી લેવામાં મોટું સેટિંગ પાડયું હોવાની વિગતો બહાર આવી રહી છે. સીધી રીતે સરકાર અને અમદાવાદ

Top Stories Gujarat
1

કોરોના મહામારી દરમિયાન કોઇ જવાબદારીની કામગીરી ન નિભાવનારા ઉદ્યોગપતિ અને બિલ્ડરોએ રસી લેવામાં મોટું સેટિંગ પાડયું હોવાની વિગતો બહાર આવી રહી છે. સીધી રીતે સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા સાથે સાથે છેતરપીંડી કરી છે. જોકે કેટલાંકે સોશિયલ મીડિયા ઉપર માહિતી મૂકતાં આખો ભાંડો ફુટયો હતો. આ સમગ્ર વિવાદ સામે આવતાની સાથે અમદાવાદ મહાનગરપાલિકા બેકફુટ ઉપર આવી ગઇ છે. સમગ્ર પ્રકરણની તપાસ કરી પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરશે તેમ જણાવી રહી છે.

Image result for image of gujrat vaccination

Prison / રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાના રસીકરણ અંતર્ગત શહેરના કેટલાંક જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડરોએ તાજેતરમાં ચૂપચાપ કોરોનાની રસી લેવાનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના બોડકદેવના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ ખાતે નોંધણી વિનાના કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવાનું આયોજન કર્યું હતુ, જેમાં કેટલાંક ઉદ્યોગપતિ અને બિલ્ડરોએ ડોક્ટરના સ્ટાફ હોવાના પત્ર રજુ કરી કોરોનાની રસી લઇ લીધી છે. કોરોનાની રસીનો જથ્થો મર્યાદિત છે તેવા સંજોગોમાં કોરોનાની લડાઇમાં આગળ રહેનારા ડોક્ટરો અને સરકારી કર્મચારીઓને બદલે બારોબાર ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોએ રસી લેતાં અમદાવાદ મહાનગરપાલિકા એ સમગ્ર પ્રકરણની તપાસ કરી પગલાં લેવાની જાહેરાત કરી છે.

Image result for image of gujrat vaccination

Corona vaccination / ભારતને મોટી સફળતા, સૌથી ઓછા સમયમાં 40 લાખ રસી કરણ કરાવનાર બન્યો પ્રથમ દેશ 

આખી ઘટના એવી છે કે અમદાવાદ મહાનગરપાલિકા પાસે કોરોનાની રસીને 60 હજાર ડોઝ છે. પહેલાં તબક્કામાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવાની હતી. બીજા તબક્કામાં પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓને કોરોનાની રસી આપવાની હતી. હાલમાં એક સાથે બંનેને રસી આપવની કામગીરી ચાલી રહી છે.નોંધણી કર્યા વિનાના ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફ માટે  બોડકદેવના ઓડિટોરિયમાં રસી આપવાની વ્યવસ્થા કરી હતી જેમાં ડોક્ટર કે પેરામેડિકલના સ્ટાફે તેઓએ હોસ્પિટલ કે ડોક્ટરના લેટરપેડ રજુ કરવાના હતા જેના આધારે તેમને રસી આપવાની હતી. અહીં કેટલાંક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ ડોક્ટરો પાસે પોતે ડોક્ટર કે સ્ટાફ હોવાના પત્ર રજુ કરી રસી લેવામાં સફળ રહ્યાં હતા.

Rajkot / મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…