દુ:ખદ સમાચાર/ જુનિયર મેહમૂદનું 67 વર્ષની વયે નિધન,કેન્સર સામેની લડાઈ હાર્યા

બોલિવૂડના પ્રખ્યાત બાળ કલાકાર જુનિયર મેહમૂદનું નિધન થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Top Stories Entertainment
YouTube Thumbnail 2023 12 08T081528.156 જુનિયર મેહમૂદનું 67 વર્ષની વયે નિધન,કેન્સર સામેની લડાઈ હાર્યા

બોલિવૂડના જાણીતા અભિનેતા જુનિયર મેહમૂદે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષના જુનિયર મહમૂદ છેલ્લા કેટલાક દિવસોથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. અભિનેતાના મિત્ર સલામ કાઝીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનિયર મહેમૂદના અંતિમ સંસ્કાર શુક્રવારે બપોરે લગભગ 12 વાગ્યે સાંતાક્રુઝ વેસ્ટમાં કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનિયર મહેમૂદ ફેફસા અને લિવરના કેન્સર સામે લડી રહ્યો હતો. તેના આંતરડામાં ગાંઠ પણ હતી. તેમની કેન્સરની બીમારી ચોથા સ્ટેજ પર હતી. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડૉક્ટરોએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે તે વધુ સમય જીવી શકશે નહીં. જુનિયર મહેમૂદની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે કોઈને ઓળખી પણ શકતા ન હતો. છેલ્લા દિવસોમાં ઘણા દિગ્ગજ કલાકારો તેમને મળવા આવ્યા હતા, પરંતુ તેઓ કોઈને ઓળખતા નહોતા.

જુનિયર મેહમૂદની તબિયત જાણવા તેના મિત્ર અને અભિનેતા જિતેન્દ્ર તેને મળવા પહોંચ્યા હતા, જે અભિનેતાની હાલત જોઈને ભાવુક થઈ ગયા હતા. જોની લીવર પણ તેને મળવા આવ્યા હતા. તેમણે જુનિયર મેહમૂદ સાથે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે તેના ચાહકોને તેની બગડતી તબિયત વિશે જણાવ્યું હતું અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. જુનિયર મેહમૂદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંથી એક હતા, જેમણે એક્ટિંગ અને ફિલ્મોની દુનિયાને 5 દાયકાથી વધુ સમય આપ્યો. હવે તેમના નિધનના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પમ વાંચો: