સફળ પરિક્ષણ/ બેલેસ્ટિક અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ,એક હજાર કિલો પરમાણુ લઇ જવાની ક્ષમતા

મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું તાલીમ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે

Top Stories India
2 2 5 બેલેસ્ટિક અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ,એક હજાર કિલો પરમાણુ લઇ જવાની ક્ષમતા

મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું તાલીમ પ્રક્ષેપણ ગુરુવારે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત તાલીમ પ્રક્ષેપણ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે.

અગ્નિ 1 મિસાઈલની રેન્જ 700 કિલોમીટર સુધીની છે. આ મિસાઈલનું વજન 12 ટન છે અને તે 1000 કિલોગ્રામના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. અગ્નિ 1 મિસાઈલને એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર ઈમરતના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઈલને સૌ પ્રથમ વર્ષ 2004માં સેવામાં લેવામાં આવી હતી. જમીનથી જમીન પર પ્રહાર કરતી આ મિસાઈલ નક્કર પ્રોપેલન્ટથી બનાવવામાં આવી છે.

 


 

whatsapp ad White Font big size 2 4 બેલેસ્ટિક અગ્નિ-1 મિસાઈલનું સફળ પરિક્ષણ,એક હજાર કિલો પરમાણુ લઇ જવાની ક્ષમતા


આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ