Bharuch News:DGVCL એ જંબુસર તાલુકામાં વીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ડીજીવીસીએલની પાંચ ટીમોએ પોલીસના સહયોગથી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેના કારણે વીજ ચોરો પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
DGVCLની ટીમોએ જંબુસરના ભૂત ફળિયા,કપાસિયા પુરા, નાઝ સિનેમા વિસ્તાર, ભાગલીવાડ અને આંખી ભાગોલ સહિત અનેક વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન, વીજ ચોરીના કેસ પકડવા માટે ઇલેક્ટ્રિક મીટર, કનેક્શન અને અનધિકૃત વીજ વપરાશની તપાસ કરવામાં આવી હતી.DGVCLના અધિકારીઓએ આ કાર્યવાહી ગુપ્ત રાખી હોવાથી, તેનાથી વીજ ચોરીમાં સંડોવાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.આ કાર્યવાહીને સફળ બનાવવા માટે, ડીજીવીસીએલ દ્વારા પોલીસ તૈનાત વચ્ચે પાંચ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી 2025: રાજકીય રસાકસી અને ઘનશ્યામ પટેલનો દબદબો
આ પણ વાંચો:ભરૂચ વાગરાના સાંચણ પાસે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત
