Ahmedabad News/ અમદાવાદ શહેરમાં દિયર ભાભીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો

આ મહિલાનો પતિ વિદેશમાં કામ કરે છે. અને તે લગભગ દર 6 મહિને ઈન્ડિયા આવે છે.

Top Stories Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દિયર ભાભીના સંબંધોને લાંછન લાગવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના જ પરિવારના એક સભ્ય સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને દિયર અલગ અલગ હોટલમાં લઈ ગયો અને મહિલાના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા તેવું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ આ મહિલાનો પતિ વિદેશમાં કામ કરે છે. અને તે લગભગ દર 6 મહિને ઈન્ડિયા આવે છે. પરંતુ  આ કૌટુંબિક દિયરથી કંટાળીને મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ આઠ વર્ષથી કામ કરવા માટે વિદેશ ગયો છે. મહિલાનો પતિ દર છ મહિને વિદેશથી ઘરે આવતો હતો. કાકા અને સસરા આ મહિલાના ઘરની નજીક રહે છે. લગભગ ચાર વર્ષ પહેલા મહિલા ઘરનો દરવાજો બંધ કરીને સ્નાન કરીને બહાર આવી હતી. ત્યારબાદ તેના પરિવારના થતાં દિયરે બંધ દરવાજામાં હાથ નાખીને સ્ટોપર ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો. તેણે મહિલાનું મોં દબાવીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું. જે બાદ આરોપીએ મહિલાના ફોટા અને વીડિયો ઉતાર્યા.

જે બાદ દિયરે તેની ભાભીને વારંવાર ધમકી આપતો હતો. તે કહેતો હતો કે, “જો તું કોઈને કહીશ તો હું તારા ફોટા અને વીડિયો વાયરલ કરી દઈશ.” આ ધમકીઓ પછી, આરોપી તેને અલગ અલગ હોટલ અને ઉદયપુરમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. પરિવારના ત્રાસથી કંટાળીને, મહિલાએ ફોન પર કહ્યું કે તે આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જઈ રહી છે. તેથી આરોપી તેના પરિવાર સાથે ઘરેથી ભાગી ગયો. આખરે, વાડજ પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં શ્રેયસ કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી