Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં શ્રેયસ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આગ (Fire)ની ઘટના બનવા પામી છે. ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાના પ્રયત્ન કરી રહી છે.
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળી છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ મોડી રાત્રે વડોદરા (Vadodara) શહેરના ગેંડા સર્કલ નજીક એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ થતાં ટીમ પહોંચી ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ, આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓ હાજર હતા, જોકે તમામનો જીવ બચી ગયો હતો. આગમાં કેટલાક કેબલો બળી ગયા હતા. અગાઉ ધૂળેટીના દિવસે રાજકોટમાં સવારે 10 વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે અચાનક આગની ઘટના બનવા પામી હતી.
થોડા દિવસો અગાઉ અમદાવાદ(Ahmedabad)માં જિંદાલ કંપનીના કાપડનાં ગોડાઉનમાં આગ લાગી હતી. ભીષણ આગ (Fire Broke) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. શહેરના નારોલ (Narol) શાહવાડી વિસ્તારમાં આગની ઘટના બનતાં 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી હતી.
તેના એક દિવસ અગાઉ અમદાવાદના લાંભા વિસ્તારમાં આજે વહેલી સવારે 60 ટન લાકડામાં એકાએક આગ પ્રસરી ગઈ હતી, પુષ્કર ઇન્ડસ્ટ્રીયલમાં પણ આગની જ્વાળાઓથી નુકસાન થયું હતું. આગ કેવી રીતે લાગી તેનું કારણ શોધી શકાયું નથી. આગ લાગતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહેલી સવારથી લાગેલી આગમાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું
આ પણ વાંચો:રાજકોટમાં મહિલા બની રણચંડી, રસ્તા વચ્ચે યુવકને માર્યા મુક્કા
