Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો એકઠો કરવા માટે બનાવેલ રિફ્યુઝ સ્ટેશન નજીક આવેલી ઝૂંપડીઓમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ ભીષણ આગમાં 25 જેટલા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આગ સમયે ઝૂંપડામાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.
મળતી માહિતી મુજબ, આ ઝૂંપડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનોમાં કામ કરતા મજૂરોની છે. આ કામદારો રેફ્યુજ સ્ટેશન પાસે કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા. આગના સમયે, તમામ કામદારો પોતપોતાના કાર્યસ્થળ પર હતા, જ્યારે તેમના બાળકો શાળામાં હતા. આ કારણે આ ભીષણ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.આગની ઘટનાની માહિતી મળતા જ એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અમિત શાહ અને સ્થાનિક ભાજપ કાઉન્સિલર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી.ફાયર બ્રિગેડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કુલ 75 ઝૂંપડાઓમાંથી લગભગ 50 ઝૂંપડા આગથી બચી ગયા હતા, પરંતુ બાકીની 25 ઝૂંપડીઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આગ લાગી ત્યારે તેમની વચ્ચે કોઈ હાજર નહોતું.
આ પણ વાંચો: બળાત્કારના આરોપમાં કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ
આ પણ વાંચો: PSI ભાજપના ઇશારે કોંગ્રેસના બાટવાા નગરપાલિકાના ઉમેદવારોને ધમકાવે છેઃ કોંગ્રેસનો આરોપ
આ પણ વાંચો: કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાજપમાં જોડાયા
