Valsad News : આગામી નગરપાલિકાની ચૂંટણીઓની ચૂંટણી પહેલા વલસાડ શહેર કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ થયું છે. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય ગયા છે.
મળતી માહિતી મુજબ વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય અગ્રણી નેતાઓની હાજરીમાં રોનક શાહે ભાજપનો હોદ્દો સંભાળ્યો. રોનક શાહના ભાજપમાં જોડાવાથી વલસાડ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વલસાડ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય દિશા નક્કી કરી છે અને આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. પક્ષપલટો કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.
@ MAYUR JOSHI
આ પણ વાંચો: ભાજપના નેતાઓએ કર્યો પક્ષ પલટો, BJP માં અસંતોષને કારણે 5 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા
આ પણ વાંચો: કેજરીવાલના શીશમહેલની અંદરનો નજારો કેવો દેખાય છે ? ભાજપે નવો વીડિયો જાહેર કર્યો
આ પણ વાંચો: ભાજપના મંત્રી નૌકાબેન પ્રજાપતિનું વિવાદાસ્પદ નિવેદન ‘અનામત માથાનો દુખાવો’
