Ahmedabad News : અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર આજે સવારે એક ભયાનક અકસ્માતની દુર્ઘટના બની છે. જેમાં એએમટીએસ(AMTS) બસને રિપેર કરી રહેલા બે(2) ફોરમેનના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર એએમટીએસ બસ ખરાબ થઈ ગઈ હતી અને તેને બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન એક આઇસર ટ્રકે પાછળથી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસની નીચે કામ કરી રહેલા 2 ફોરમેન દટાઈ ગયા હતા અને તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં ટ્રાફિક DCP સહિન હસન સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતને કારણે ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ સમગ્ર મામલે આરોપીની શોધખોળ કરીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
@ SUMAN THAKOR
આ પણ વાંચો: સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ
આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી
આ પણ વાંચો: લખનૌના કિસાન પથ પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બે કાર વચ્ચે અથડામણમાં 4ના મોત, 7 ઘાયલ
