Not Set/ રાજ્યમાં 3 લોકોના મોત સાથે નોધાયા 138 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 138 નવા કોરોના કેસ  સામે આવ્નોયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,22,268 પહોચ્યો છે. 

Top Stories Gujarat Trending

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 138 નવા કોરોના કેસ  સામે આવ્નોયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,22,268 પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10040 લોકોના મોત થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 487 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,07,911 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4,807 છે.  રાજમાં રીકવરી રેટ 92.20 ટકા છે.

અત્યાર સુધીમાં 2,34,57,715 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 4,48,153 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 29 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 20 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 8 કેસ, જ્યારે ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 8 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે.