Not Set/ પીએમ મોદીએ ટ્વીટર પર બદલ્યું નામ, હવે ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’

દિલ્હી, વર્ષ 2014 માં ‘ચાયવાલા’ પછી 2019 માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ચોકીદાર શબ્દને પ્રમોટ કરવામાં લાગી ગઈ છે. રેલીઓમાં પોતાને દેશના ચોકીદાર કહેનારા પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ‘હું પણ ચોકીદાર’ વિડીયો જારી કર્યો હતો. હવે પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ પણ ચોકીદાર જોડ્યું છે. ટ્વિટર પર હવે તેમનું નામ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ […]

Top Stories India Trending
AM 3 પીએમ મોદીએ ટ્વીટર પર બદલ્યું નામ, હવે 'ચોકીદાર નરેન્દ્ર મોદી'

દિલ્હી,

વર્ષ 2014 માં ‘ચાયવાલા’ પછી 2019 માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ચોકીદાર શબ્દને પ્રમોટ કરવામાં લાગી ગઈ છે. રેલીઓમાં પોતાને દેશના ચોકીદાર કહેનારા પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ‘હું પણ ચોકીદાર’ વિડીયો જારી કર્યો હતો. હવે પીએમ મોદીએ ટ્વિટર પર પોતાના નામની આગળ પણ ચોકીદાર જોડ્યું છે. ટ્વિટર પર હવે તેમનું નામ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ થઇ ગયું છે.

અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ જોડ્યું ચોકીદાર

પીએમ મોદીનું આ બદલાયે નામ શનિવારે ‘હું પણ ચોકીદાર’  વીડીયો આવ્યા પછી જોવા મળી રહ્યું છે.જો કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર હજી પણ નરેન્દ્ર મોદી શો થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદી સાથે સાથે, ભાજપના પ્રમુખ અમિત શાહ, રેલ્વે મંત્રી પીયૂષ ગોયેલ અને ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પણ ટ્વિટર પર તેમના નામની આગળ “ચોકીદાર” લગાવ્યું છે. આ ઉપરાંત, જેપી નડ્ડા, રમન સિંહ, પૂનમ મહાજન સહિતના ઘણા મોટા નેતાઓએ પણ તેમના નામોની આગળ ‘ચોકીદાર’ લગાવ્યું છે.

Master પીએમ મોદીએ ટ્વીટર પર બદલ્યું નામ, હવે 'ચોકીદાર નરેન્દ્ર મોદી'

https://twitter.com/AmitShah/status/1107163540291571712

ભાજપે લોન્ચ કર્યો હતો વીડીયો…

લોકસભાની ચૂંટણીઓના પ્રચાર હેઠળ ભાજપે એક વીડીયો લોન્ચ કર્યો હતો.. 3.45 મિનિટના તે વીડીયોમાં ‘હું પણ ચોકીદાર’ પ્રમુખ હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના તંજ ‘ચોકીદાર ચોર છે’ ના જવાબમાં, તેમણે ટ્વીટ કર્યું કે તેઓ એકમાત્ર ચોકીદાર નથી. તેમણે લખ્યું કે જે પણ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે, તે ચોકીદાર છે. મોદીના ટ્વીટ પછી કેટલાક ભાજપના નેતાઓએ “# હુંપણ ચોકીદાર” નો ઉપયોગ કરીને ટ્વીટ કર્યું છે. આ પછી ચોકીદાર ફરથી હું પણ ચોકીદાર જેવા હેશટેગ ટોપ ટ્રેંડમાં જોવા મળી રહ્યા છે.