Not Set/ મનોહર પર્રિકરની આજે સાંજે અંતિમવિધિ, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર

ગોવા, ગોવામાં કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો છે અને આ દરમિયાન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સ્વાસ્થ્ય ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોવામાં નાયબ સ્પીકર માઈકલ લોબોએખોલાસો કર્યો છે કે પર્રિકરની તબિયત ખુબ જ ખરાબ છે અને આરોગ્યમાં સુધારાની કોઈ આશા નથી. ભાજપના કેમ્પમાંથી જાણવા મળ્યું છે કે પક્ષે નવા મુખ્યમંત્રીની શોધ કરવાનું શરૂ […]

Top Stories India
AM 4 મનોહર પર્રિકરની આજે સાંજે અંતિમવિધિ, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર

ગોવા,

ગોવામાં કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો છે અને આ દરમિયાન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સ્વાસ્થ્ય ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોવામાં નાયબ સ્પીકર માઈકલ લોબોએખોલાસો કર્યો છે કે પર્રિકરની તબિયત ખુબ જ ખરાબ છે અને આરોગ્યમાં સુધારાની કોઈ આશા નથી. ભાજપના કેમ્પમાંથી જાણવા મળ્યું છે કે પક્ષે નવા મુખ્યમંત્રીની શોધ કરવાનું શરૂ કર્યું છે.

રવિવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગોવા પહોંચ્યા છે, જ્યાં મહત્વપૂર્ણ બેઠકો થશે. પક્ષને લાગે છે કે કોંગ્રેસ મુખ્યમંત્રી મનોહર પર્રિકરની બીમારીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. સંકેત છે કે પક્ષ નવા મુખ્યમંત્રીની જાહેરાત પણ કરી શકે છે. અથવા તો થઇ શકે છે કે પર્રિકરની મદદથી નાયબ મુખ્યમંત્રી નિમણૂંક કરવામાં આવે.

manohar%20parriakr%20ill1 મનોહર પર્રિકરની આજે સાંજે અંતિમવિધિ, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર

રવિવારના રોજ કેન્દ્રીય પ્રધાનોની એક ટીમ ગોવા જશે અને સહયોગી દળો સાથે વાત કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પાસે ગોવાનો પ્રભાવ છે. ભાજપ અહિયાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ બ્લોક અને ત્રણ સ્વતંત્ર લોકોની મદદથી સરકાર ચલાવી રહી છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને ગોવાથી બહાર ન જવાનો આદેશ આપ્યો છે.

આ છે ગોવાનું હાલનું ગણિત

આમ તો ગોવામાં વિધાનસભામાં કુલ 40 બેઠકો છે, પરંતુ વર્તમાનમાં આ આંકડો ઘટીને 37 થઈ ગયો છે, કારણ કે એક ધારાસભ્ય (ડીસુઝા) નું અવસાન થઈ ગુયું છે અને બે અન્ય (સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તે) રાજીનામું આપી દીધું છે.

હાલ કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે તેમણે ચૂંટણીમાં 16 બેઠકો જીતી હતી, પરંતુ સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તે રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા. ભાજપના 13 ધારાસભ્યો છે

કોંગ્રેસના રાજ્યપાલને લખી છે આ ચિઠ્ઠી

ગોવામાં શનિવારે કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવાનો દાવો રજુ કર્યો છે.  કોંગ્રેસે રાજ્યપાલને લખ્યું છે કે ભાજપની આગેવાનીવાળી સરકાર લઘુમતી થઇ ચુકી છે. આવી પરિસ્થિતિમાં, તેને સરકારમાં રહેવાનો અધિકાર નથી. આ સરકારને બરતરફ કરવી જોઈએ અને કોંગ્રેસ પક્ષને સરકાર રચવા માટે કહેવામાં આવશે.

રાજ્યપાલને મોકલેલા પત્રમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર લખ્યું  છે, “ભાજપના ધારાસભ્યના નિધન પછી, પર્રિકર સરકારે બહુમતી ગુમાવી ચુકી છે.