Not Set/ અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અમીત ખત્રીએ સિલ્વર મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

અમિત ખત્રીએ 42 મિનિટ 17.49 સેકન્ડમાં અંતર કાપ્યું. ઇવેન્ટનો ગોલ્ડ મેડલ કેન્યાના હેરિસ્ટોન વાનોનીને જીત્યો છે

Top Stories
એથ્લેટિક્સ

ભારતના અમિત ખત્રીએ કેન્યાની રાજધાની નૈરોબીમાં રમાઈ રહેલી અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ સર્જ્યો. અમિત શનિવારે 10,000 મીટર વોકિંગ રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  આ સ્પર્ધામાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા ભારતે 4X400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

અમિત ખત્રીએ 42 મિનિટ 17.49 સેકન્ડમાં અંતર કાપ્યું. જ્યારે આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ કેન્યાના હેરિસ્ટોન વાનોનીને મળ્યો, જેણે નિર્ધારિત અંતર 42.10 84 સમયમાં પૂર્ણ કર્યું. સ્પેનના પોલ મેકગ્રાએ 42: 26.11 માં અંતર કાપીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પહેલીવાર છે કે જ્યારે ભારતે વોકિંગ ઇવેન્ટમાં બે મેડલ જીત્યા છે. અમિત શરૂઆતથી જ આગળ હતો પરંતુ કેન્યાના દોડવીરે તેને છેલ્લા બે રાઉન્ડમાં પાછળ રાખ્યો હતો.

17 વર્ષીય અમિત માટે આ વર્ષ સારું રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે 10 કિમી દોડમાં નવો રાષ્ટ્રીય અંડર -20 રેકોર્ડ બનાવ્યો. આ દરમિયાન, તેણે 18 મા નેશનલ ફેડરેશન કપમાં 40.97 સેકન્ડના સમય સાથે મેડલ જીત્યો.

ક્રિકેટનો આગાઝ / રણજી ટ્રોફીની નવી સિઝન 5 જાન્યુઆરીથી શરૂ થશે

નિવેદન / ઈંગ્લેન્ડની ટીમ વિરાટ કોહલીની સેનાથી ડરી ગઈ હતી : ડેવિડ લોઈડે

Cricket / ધોનીનો નવુ Look જોઇ ફેન્સ થયા ગુસ્સે, સંભળાવી ખરી ખોટી