Not Set/ પ.બંગાળમાં “મોબ લિંચિંગ” વિરુદ્ધ બિલ પ્રસ્તુત, દોષીઓને આજીવન કેદની મળશે સજા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર દ્વારા મોબ લિંચિંગ સામે નવો કાયદો લાવાવમાં આવી રહ્યો છે. આ સંદર્ભે વિધાનસભામાં નવું બિલ આજે રજૂ કરાયેલું, બિલમાં મોબ લિંચિંગ સામે કડક જોગવાઈઓ સૂચવવીમાં આવી છે. પશ્ચિમ બંગાળ (લિંચિંગ નિવારણ) વિધેયક, 2019 આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયું હતું. બિલની નવી જોગવાઈ હેઠળ ટોળાને ઉશ્કેરનારાઓને આજીવન કેદની મહત્તમ સજા કરવામાં […]

Top Stories India
WB Assembly પ.બંગાળમાં "મોબ લિંચિંગ" વિરુદ્ધ બિલ પ્રસ્તુત, દોષીઓને આજીવન કેદની મળશે સજા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર દ્વારા મોબ લિંચિંગ સામે નવો કાયદો લાવાવમાં આવી રહ્યો છે. આ સંદર્ભે વિધાનસભામાં નવું બિલ આજે રજૂ કરાયેલું, બિલમાં મોબ લિંચિંગ સામે કડક જોગવાઈઓ સૂચવવીમાં આવી છે. પશ્ચિમ બંગાળ (લિંચિંગ નિવારણ) વિધેયક, 2019 આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયું હતું.

બિલની નવી જોગવાઈ હેઠળ ટોળાને ઉશ્કેરનારાઓને આજીવન કેદની મહત્તમ સજા કરવામાં આવી છે. રાજસ્થાન અને મણિપુર પછી લિંચિંગ સામે કાયદા ઘડવાનાર આ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. આ કાયદા હેઠળ લિંચિંગ માટે કાવતરું કરનારાઓને પણ શિક્ષા કરવાની જોગવાઈ છે. જે લોકો લિંચિંગમાં સામેલ છે, તેમને પણ સજાની જોગવાઈ છે.

પશ્ચિમ બંગાળ (લિંચિંગ નિવારણ) બિલ, 2019 રજૂ કરાયું (આઈએનએસ)

આપને જણાવી દઇએ કે, 17 જુલાઈ, 2018 નાં રોજ સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગ સામે ચુકાદો આપ્યો હતો. SC દ્વારા તમામ રાજ્યોને આ મામલે કાયદા બનાવવા નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 નાં અંત સુધીમાં, મણિપુર સરકારે મોબ લિંચિંગ સામે કાયદો પસાર કર્યો હતો. મણિપુર પછી રાજસ્થાન સરકારે પણ 5 ઓગસ્ટે મોબ લિંચિંગ સામે નવો કાયદો પસાર કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં બિલ પસાર થયા બાદ હવે રાજ્યમાં ટોળા દ્વારા પ્રચંડ હિંસાની ઘટનામાં ભોગ બનનારનાં મોત પર આરોપીઓને  આજીવન કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો પીડિતા ગંભીર રીતે ઘાયલ થાય છે, તો દોષીઓને 10 વર્ષ સુધીની કેદની સજા અને 50 હજારથી 3 લાખ રૂપિયા સુધીનો દંડ ભોગવવો પડશે.

ટોળા દ્વારા આચરવામાં આવેલી ક્રુર હિંસાના કોઈપણ સ્વરૂપમાં મદદ કરનારને પણ તે હિંસા કરનાર વ્યક્તિ જેવી જ સજા મળશે. રાજ્યમાં વ્યાપક હિંસાની ઘટનાઓને રોકવા માટે આ બિલ રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.