Covid-19/ વિશ્વમાં કોરોનાનાં કેસ થયા 27 કરોડ, ભારતમાં Active કેસ 561 દિવસમાં સૌથી ઓછા નોંધાયા

વૈશ્વિક કોરોનાવાયરસ કેસ વધીને 27 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં કુલ 53 લાખ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.43 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Top Stories India
Covid-19

વૈશ્વિક કોરોનાવાયરસ કેસ વધીને 27 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં કુલ 53 લાખ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.43 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – સાવધાન! / આંધ્રપ્રદેશ અને ચંદીગઢ બાદ હવે આ રાજ્યમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ

યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 270,124,782, 5,305,654 અને 8,436,937,751 થઈ ગઈ છે. CSSE મુજબ, અમેરિકા અનુક્રમે 49,919,637 અને 797,345 પર વિશ્વનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જણાવી દઇએ કે, સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં કોવિડ-19 ની સંખ્યા વધીને 3,46,97,860 થઈ છે જેમાં એક દિવસમાં 7,350 લોકો કોરોનાવાયરસની ઝપટમાં આવ્યા છે. જણાવી દઇએ કે, સક્રિય કેસોની સંખ્યામાં ઘટીને 91,456 થઇ ગયો છે, જે 561 દિવસમાં સૌથી ઓછો છે. સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા મુજબ 202 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,75,636 થયો છે. છેલ્લા 46 દિવસથી નવા કોરોના વાયરસનાં ચેપમાં દૈનિક વધારો 15,000થી નીચે નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 91,456 થઈ ગઈ છે, જેમાં કુલ ચેપનાં 0.26 ટકાનો સમાવેશ થાય છે, જે 561 દિવસમાં સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.37 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020થી સૌથી વધુ છે.

આ પણ વાંચો – કોરોના અપડેટ /  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા

24 કલાકનાં સમયગાળામાં સક્રિય COVID-19 કેસની સંખ્યામાં 825 કેસનો ઘટાડો નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.86 ટકા નોંધાયો હતો. છેલ્લા 70 દિવસમાં તે બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.69 ટકા નોંધાયો હતો. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 29 દિવસથી તે એક ટકાથી નીચે છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 34,13,07,68 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.37 ટકા નોંધાયો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ સંચિત ડોઝ 133.17 કરોડને વટાવી ગયો છે.