ગયા વર્ષે, મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે સામાન્ય માણસની સામે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ ગઇ હતી. ધીરે ધીરે પરિસ્થિતિ પાટા પર આવી રહી હતી કે કોરોનાની બીજી લહેરે બાકીની આશાઓ પર પાણી ફેરવી દીધુ. જનતાને લાગ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવામાં મદદ કરશે, પરંતુ તેનાથી વિપરીત, સરકાર દ્વારા વેરાનો બોજો લાદવામાં આવ્યો. જેના માટે હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાંબ્દિક પ્રહાર કર્યા છે.
સોગંદનામું દાખલ / કોરોનાથી થયેલા મોત પર વળતર અંગે કેન્દ્ર સરકારે SC માં કહ્યુ- ન આપી શકાય 4 લાખ વળતર, જાણો શું આપ્યું કારણ
રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક અહેવાલ શેર કર્યો છે, જે મુજબ ભારત સરકારને આવકવેરામાંથી 4.69 લાખ કરોડ મળ્યા છે, જ્યારે ખાનગી કંપનીઓએ 4.5 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલ પર આ બે કરથી વધુ, 5.25 લાખ કરોડ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી અને વેટનાં રૂપમાં લોકો દ્વારા ચૂકવવામાં આવ્યા છે. આ આંકડા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરને બાદ કરતાં, ડિસેમ્બર 2020 નાં છે. આ અહેવાલનાં આધારે રાહુલે મોદી સરકાર પર નિશાન સાધતા લખ્યું છે કે- કેન્દ્રએ કર વસૂલાતમાં પીએચડી કર્યું છે.
કોરોના મહામારી / આજે બે મહિનામાં સૌથી ઓછો મોતનો આંક નોંધાયો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી ઓછા કેસ
બે દિવસ પહેલા રાહુલે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, મોદી સરકારનાં વિકાસની આ સ્થિતિ છે કે જો કોઈ દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ન થાય તો તે વધુ મોટા સમાચાર બની જાય છે. તે પહેલાં, બીજા એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે મહામારી, મોંઘવારી, બેરોજગારી – જે બધું જોઈને પણ ચૂપ બેઠા છે, દેશની જનતા જાણે છે, જવાબદાર કોણ?