Not Set/ ત્રીજી લહેરના સંભવિત ખતરા માટે વેક્સિનેશન ઝડપથી બનાવવામાં આવશે : આરોગ્ય સચિવ

ગુજરાત મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ટાસ્કફોર્સ કમિટિની બેઠક યોજાઈ હતી.આ બેઠક અંતર્ગતરાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા તેમજ આ નિષ્ણાતોએ રાજ્ય સરકારને કોવિડ

Top Stories Gujarat
cor meeting 1 ત્રીજી લહેરના સંભવિત ખતરા માટે વેક્સિનેશન ઝડપથી બનાવવામાં આવશે : આરોગ્ય સચિવ

ગુજરાત મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ટાસ્કફોર્સ કમિટિની બેઠક યોજાઈ હતી.આ બેઠક અંતર્ગતરાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબો હાજર રહ્યા હતા તેમજ આ નિષ્ણાતોએ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે  માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જેમાં ખાસ કરીને કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો કયા પગલાં ભરવા તે અંગે ખાસ પ્લાનિંગ માટે સૂચનો કરવામાં આવ્યા હતા.રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા છે. પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતે તૈયારીઓ આરંભી દીધી છે. કોરોનાના ત્રીજા વેવની તૈયારીઓ માટે એક્સપર્ટ કમિટી સાથે બેઠક કર્યા બાદ રાજ્યના આરોગ્ય સચિવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

jayanti ravi2 1 ત્રીજી લહેરના સંભવિત ખતરા માટે વેક્સિનેશન ઝડપથી બનાવવામાં આવશે : આરોગ્ય સચિવ

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે હાલ બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે. અને ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે. જોકે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પણ સંભવિત ખતરો છે. માટે ત્રીજી લહેર પહેલા સાવચેતી રાખવી જરૂર છે. ત્રીજી લહેર પહેલા વેક્સિનેશનને વધુ ઝડપી બનાવવામાં આવશે, જેથી કરીને લોકો ઓછા સંક્રમિત થાય.જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા બે-ત્રણ દિવસમાં ડિટેઇલ પ્લાન બનાવાશે અને ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંસાધનની તૈયારીઓ કરાશે. સેકન્ડ વેવના કેસ વધતા હતા તે 29 એપ્રિલથી ધીમે ધીમે ઘટવાની પ્રક્રિયા થઈ છે. સાથે જ બીજા માપદંડ છે તેના આધારે પણ કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે. જોકે આ દરમિયાન જયંતિ રવિએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, વાયરસનુ બિહેવિયર આપણે ન કહી શકીએ. સરકારે બીજા વેવમાં બધા જ પ્રયત્નો કર્યા અને હવે બિજા વેવમા કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે. પરંતુ ત્રીજા વેવ આવવાની સંભાવના છે તેના માટે આજે ટાસ્ક ફોર્સના સભ્યોને રાખી મીટિંગ કરી હતી. સરકારે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના વધારવા પર ભાર મૂક્યો છે.

ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો - Divya Bhaskar

ટાસ્ક ફોર્સમાં 9 જેટલા તબીબો જોડાયા 

રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે.

રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી : અતુલ પટેલ

ડો.અતુલ પટેલે જણાવ્યું કે બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ કેસ ઘટી રહ્યા છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ વધુ છે.

ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે બે ત્રણ દિવસમાં ડિટેઈલ પ્લાન બનાવવામાં આવશે.

80 ટકા દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો સામાન્ય દવાથી સાજા થઈ જાય છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો માની રહ્યા છે કે, ત્રીજા વેવની પણ શક્યતા છે. સેકન્ડ વેવના અનુભવથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેને લક્ષણો દેખાય છે એવા 80 ટકા દર્દીઓ પેનિક થાય છે તે ખૂબ ખોટું છે. તેઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી શકે તો તેઓ સામાન્ય દવાથી સજા થઇ જાય છે.

20 ટકા દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર છે. આડ અસર કરતી દવાઓથી દૂર રહેવું જોઈએ. રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. તેનાથી કોઈનો જીવ બચ્યો નથી. સ્ટીરોઈડનો ઉપયોગ ટાળવો જોઈએ.

આ ઉપરાંત ડો. અતુલ પટેલે વધુમાં કહ્યું કે, મ્યુકર માયકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઈડ હોય શકે. આ રોગ વાતાવરણમાં છે. સડેલા શાકભાજી અને કચરામાં મ્યુકર માયકોસિસ હોય શકે છે. જે નાક દ્વારા થાય છે. ડાયાબિટિસ હોય અને કોરોના થતા સ્ટીરોઈડ આપી હોય તો મ્યુકર માયકોસિસ થઈ શકે છે. જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે. જેનો મૃત્યુદર 38 ટકા છે.

કોવિડની સારવાર સમય મુજબ તેમજ  અને દર્દી પ્રમાણે અલગ-અલગ : ડો.મહર્ષિ દેસાઈ

એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ જણાવ્યું કે, કોવિડની સારવાર સમય મુજબ તેમજ  અને દર્દી પ્રમાણે અલગ અલગ સારવાર હોય છે.

 પહેલા તકલીફ વિના સિટી સ્કેન કરાવવાની જરૂર નથી. 7 દિવસ પછી જરૂર પડે તો સિટી સ્કેન કે બ્લડ રિપોર્ટ કરાવવો. દર્દીઓએ જાતે સ્ટીરોઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

સોશિયલ મીડિયામાં આવતી દરેક વાતને માનવી નહીં : ડો.તેજસ પટેલ

પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે જણાવ્યું કે, આ વખતે જે લોકો રિકવર થયેલા તેના હ્રદયમાં ક્લોટ(લોહીના ગઠ્ઠા) જોવા મળ્યા છે. જો કોઈ દર્દીને છાતીમાં કોમ્પ્લેક્સન જોવા મળે તો ટેસ્ટ કરાવવા જોઈએ.

ત્રીજો વેવ આવી શકે છે પણ ક્યારે તે કહી શકાય નહીં. કોવિડ ક્યારેક તો જશે ખરો.

સોશિયલ મીડિયામાં આવતી દરેક વાતને માનવી નહીં.જેણે વેક્સિન લીધી હશે તેઓનો જીવ બચી જશે. હું વિનંતિ કરૂં છું કે વેક્સિન એ જીવન જરૂરી છે એમ સમજીને લઈ લેવી જોઈએ.

બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધારે સામે આવી રહ્યા છે, જો સમયસર ખબર પડે તો બચવાના ચાન્સ વધી શકે છે.

દિવાળી પછી જે થાપ ખાધી તે હવે નહીં ખાતા ,ડબલ માસ્ક પહેરીને બહાર જાવઃ ડૉ. દિલીપ માવલંકર

​​​​​​​ડૉ. દિલીપ માવલંકરે જણાવ્યું કે, ગામડાઓમાં દર્દી કોવિડ કેર સેન્ટરમાં રહેશે તો ઘરના અન્ય સભ્યોમાં કોરોના ફેલાશે નહીં.

ગામડામાં કઈ રીતે કોરોના કન્ટ્રોલ કરવો તેના પર ધ્યાન રાખવાનું છે. લોકોની ભીડ ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી છે.

વેક્સિન ઝડપથી મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દિવાળી પછી જે થાપ ખાધી તે હવે નહીં ખાતા.

ડબલ માસ્ક પહેરીને બહાર જાવ. વેન્ટીલેશન પણ ખૂબ જ અગત્યનું છે. કોઈપણ બીમારી જેવું લાગે તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે.