ખાતર/ કોરોનાકાળમાં ભૂજના ખાતર ડેપો પર ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા

ખાતર ડેપો પર કિસાનનો કાતર લેવા ઉમટી પડ્યાં

Gujarat

રાજયમાં કોરોના કેસો વધી રહ્યો છે.દરેક જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા છે. કોરનાના લીધે જીવનની પ્રણાલી જોખમમાં મુકાઇ ગઇ છે ત્યારે ભૂજમાં પણ કોરોના કહેર છે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સોમવારે ભુજના ગુજકોમાસોલ ખાતર ડેપો પર ખેડૂતો ખાતર લેવા ઉમટયા હતા. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે ત્યારે કચ્છમાં ખેડૂતો કોરોનાની મહામારી વચ્ચે ખાતર લેવા માટે ગુજકોમાસોલ ડેપો પર મોટી સંખ્યામાં આવ્યા હતા. ગુજકોમાસોલ ડેપો પરથી ખાતરનું વિતરણ શરૂ કરાયું હતું.

ભુજના ગુજકોમાસોલ ડેપો પર આજે સોમવારે સવારે 6.30 કલાકથી આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓ પણ ખાતર લેવા માટે આવી હતી.અગાઉ સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓને ખાતર આપતી અને મંડળીઓને વિતરણ કરતી હતી. હાલ મંડળીઓને ખાતર આપવાનું બંધ કરવામાં આવતા હાલાકી થઈ છે.માધાપર કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સરકારે વધુ એક હાલાકી ઉમેરીને ખેડૂતોને પાયમાલ કર્યા છે, સરકારને ખાતર વિતરણ કરવુ જ છે તો ગામડાઓમાં મંડળીઓને આપે, ખોટી ભીડ કેમ કરવા એકત્ર કરાવે છે