અંજાર/ આયુષ્યમાન કાર્ડ બનાવવાના નામે ઉધાડી લુટ

મેઘપર બોરીચીના ગ્રામ જનોને અંજાર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા પરમાભાઈ પટેલ દ્વારા મોટાપાયે આયુષ્યમાન કાર્ડ અને ઇ શ્રમ કાર્ડ બનાવી આપવાની જાહેરાત કરી હતી

Gujarat Others
આયુષ્માન કાર્ડ બનાવવા નામે ઉધાડી લુટ

આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના બહાના હેઠળ અંજાર તાલુકામાં ભોળા ગ્રામ જાણો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મેઘપર બોરીચીના ગ્રામ જનોમાં મોટા પાયે ગ્રામીણોને આયુષ્યમાન અને ઇ શ્રમ કાર્ડ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મેઘપર બોરીચીના ગ્રામ જનોને અંજાર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા પરમાભાઈ પટેલ દ્વારા મોટાપાયે આયુષ્યમાન કાર્ડ અને ઇ શ્રમ કાર્ડ બનાવી આપવાની જાહેરાત કરી હતી. લોકોનું કહેવું છે કે ફ્રી માં કાર્ડ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ગ્રામજનો ત્યાં ગયા ત્યારે તેમણે છેતરપિંડી નો અનુભવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ બંને કાર્ડ સરકાર દ્વારા જરૂરિયાતમ્ંદોને મફત વિતરણ કરવામાં આવે છે. પરંતુ પોતાના અંગત સ્વાર્થ ખાતર એજન્સી સાથે મળીને અંજાર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા પરમા ભાઈ પટેલ દ્વારા લોકો પાસેથી કાર્ડ બનાવી આપવાના રૂપિયા ૨૦૦ વસુલવામાં આવ્યા છે.  આવા નેતાઓ પોતે ભ્રષ્ટાચાર કરીને પક્ષને બદનામ કરે છે અને એજન્સીઓને ભ્રષ્ટાચાર શીખવાડે છે. આવા સેવાના નામ ઉપર ભ્રષ્ટાચાર કરતાં શાસક પક્ષના નેતાને પક્ષ દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય અને સસ્પેન્ડ કરવામાં આવે એવી લોકો ની માંગ છે જો આવું નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જ્યાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

સમેટાતી સરકારી શાળાઓ  / ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ

ભાજપમાં વિખવાદ / મુન્દ્રા ભાજપમાં વિખવાદ, PMOમાં થઈ ફરિયાદ

ટ્રાફિક ચેમ્પિયન’ / શિસ્તબદ્ધ વાહનચાલકને મળશે પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન