Gandhinagar News/ ગુજરાતમાં ભ્રષ્ટાચારના આંકડા ચિંતાજનક,છેલ્લા એક વર્ષમાં 187 અધિકારી-કર્મચારીઓ સામે ACBમાં કેસ, ગૃહ વિભાગમાં સૌથી વધુ 63 કેસ

ગુજરાતમાં 187 લાંચ કેસ (Bribery Cases) નોંધાયા. એન્ટી કરપ્શન બ્યુરો મુજબ ગૃહ વિભાગ ટોચ પર, ફક્ત 37 કેસમાં સજા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Bribery Cases

Gandhinagar News:ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગે લાંચ-રૂશ્વત અંગેના લેખિત પ્રશ્નના જવાબમાં આપેલી માહિતીએ રાજ્યમાં ભ્રષ્ટાચારની વ્યાપકતા ફરી એકવાર ચર્ચામાં મૂકી દીધી છે. સરકારી આંકડા અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન લાંચ લેતા (Bribery Cases) 187 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં ગુના નોંધાયા છે. આમાં સૌથી વધુ કેસ ગૃહ વિભાગના છે, જ્યાં 63 અધિકારી-કર્મચારીઓ સામેલ છે.જેમાં ગૃહ વિભાગ ટોચ પરસરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ ગૃહ વિભાગના 63 કેસ,મહેસૂલ વિભાગના 27 કેસ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 17 કેસ નોંધાયા છે.

ભ્રષ્ટાચાર (Bribery Cases)ના આંકડાઓમાં વધારો 

આ ત્રણ વિભાગોમાં જ કુલ કેસનો મોટો હિસ્સો છે,જે દર્શાવે છે કે જનતા સાથે સીધો સંપર્ક ધરાવતા વિભાગોમાં ભ્રષ્ટાચાર (Bribery Cases) વધુ પ્રચલિત છે. ગૃહ વિભાગમાં મુખ્યત્વે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે બેલ, તપાસ, FIR નોંધણી, પરમિટ અને અન્ય કામગીરીમાં લાંચના આરોપો આવ્યા છે.આ કેસોમાં કોર્ટના નિર્ણયો વધુ ચિંતાજનક છે.માત્ર 37 કેસમાં ગુનો સાબિત થયો અને સજા ફટકારાઈ છે.અને 101 અધિકારી-કર્મચારીઓ નિર્દોષ જાહેર થયા અને છૂટી ગયા છે.

આનો અર્થ એ થાય છે કે કુલ નોંધાયેલા કેસો (Bribery Cases) માંથી માત્ર લગભગ 20% જ કેસમાં સજા થઈ, જ્યારે મોટા ભાગના આરોપીઓ છૂટી ગયા છે. આ નીચો સજાનો દર (conviction rate) ACBની તપાસ પર પણ પ્રશ્નો ઉભા કરે છે.ઘણા નિષ્ણાતો માને છે કે પુરાવાની અછત, તપાસમાં કમીઓ, સાક્ષીઓનું ન ટકવું કે અન્ય તકનીકી કારણોસર આવું બને છે.

વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યા બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેઓ કહે છે કે “ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત”ના નારા વચ્ચે આ આંકડા સરકારની નીતિઓ પર સવાલ ઉભા કરે છે. એક વર્ષમાં 187 કેસ (Bribery Cases) નોંધાયા હોવા છતાં માત્ર 37માં સજા થવી એ દર્શાવે છે કે તંત્રમાં ભ્રષ્ટાચારને રોકવાની વ્યવસ્થા પૂરતી મજબૂત નથી.સરકારી અધિકારીઓના મતે, ACB સતત કાર્યવાહી કરી રહ્યું છે અને તપાસને વધુ અસરકારક બનાવવા માટે તાલીમ, તકનીકી સુધારા અને જાગૃતિ અભિયાનો ચાલુ છે.


આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026: અંબાજીથી સોમનાથ સુધી પ્રવાસન વિકાસની મહાયોજનાઓ

આ પણ વાંચો:ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026-27: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ માટે 5 મોટી જાહેરાતો