રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકરાટથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા. ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ પણ રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હતો. જો કે હવે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે.
આ પણ વાંચો – હવામાન / દેડિયાપાડામાં 9 ઇંચ અને સાગબારામાં 5.5 ઇંચ વરસાદ, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતમાં તાજેતરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતનાં જળાશયોમાં 57 ટકા જળસંગ્રહ થયો છે. ઉપરવાસનાં વરસાદનાં કારણે પાણીની આવક પણ વધી છે. નર્મદા ડેમમાં 37 હજાર 500 ક્યુસેક પાણીની આવક થઇ છેે, વળી 206 જળાશયોમાં 3.36 લાખ એમસીએફટી જળસંગ્રહ થયો છે.
જળાશયમાં જળસંગ્રહ
ઝોન કેટલા જળાશય જળસંગ્રહ(ટકા)
ઉત્તર ગુજરાત 15 23.61
મધ્ય ગુજરાત 17 44.67
દક્ષિણગુજરાત 13 78.50
કચ્છ 20 23.26
સૌરાષ્ટ્ર 141 46.05
આ પણ વાંચો – સુરેન્દ્રનગર / ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકીસાથે 65000 રોપાઓનું વાવેતર
આપને જણાવી દઇએ કે, ગાંધીનગર જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો છે. દહેગામમાં 24 કલાકમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ, માણસામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ, કલોલમાં સરેરાશ 1 ઇંચ વરસાદ, મહેસાણા જિલ્લાનાં ઉંજામાં 2.5 ઇંચ વરસાદ, અરવલ્લી જિલ્લામાં 4 ઇંચ વરસાદ, સાંબરકાઠામાં પણ 4 ઇંચ વરસાદ, બનાસકાંઠાનાં પાલનપુરમાં 2 કલાકમાં 3ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને પગલે ઠંડક પ્રસરી છે. વળી વરસાદનાં કારણે ગીર સોમનાથનો રાવલ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. આ ડેમનાં 6 દરવાજા પૈકી 1 દરવાજો 0.15 મિટર ખોલ્યો છે. નિચાણવાળા વિસ્તારનાં 18 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરાંત કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 41 સેન્ટી મીટરનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી હાલ 14,251 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે ડેમની સપાટી 119.41 મીટર થઈ છે. હાલ ડેમના પાવર હાઉસનાં તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં 4833.73 MCM લાઈવ સ્ટોરેજ છે.
આ પણ વાંચો – માસૂમનું માતા સાથે મિલન / સોલા સિવિલમાંથી ગુમ થયેલી નવજાત આખરે સાત દિવસ બાદ મળી આવી
ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમની ભયજનક સપાટી 138.68 મીટરની છે, જેની સામે હાલ ડેમની સપાટી 119.41 મીટર છે. બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
