હવામાન/ દેડિયાપાડામાં 9 ઇંચ અને સાગબારામાં 5.5  ઇંચ વરસાદ, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ સપાટી 115 થી 116  મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.

Top Stories Gujarat Others
સરદાર સરોવર ડેમ

નર્મદા જિલ્લાના બે તાલુકાઓ દેડિયાપાડામાં અને સાગબારા તાલુકામા ગઈકાલે ભારે વરસાદ થતાં આ વર્ષે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક વધી જતા કરજણ ડેમ 24 કલાકમાં જ 12 મીટર વધુ ભરાઈ ગયો હતો. કરજણ ડેમ 24 કલાકમા 58% થી વધીને 79% ભરાઈ ગયો છે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 109.23 મીટરે પહોચી છે, હાલ કરજણ ડેમમાં 1195 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ઓગસ્ટ બે મહિના નર્મદામા વરસાદ ખેંચાયા પછી સપ્ટેમ્બરમા શ્રાવણ પણ કોરો ગયા પછી ભાદરવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા પાંચ દિવસથી નર્મદામા સારો વરસાદ થયાં બાદ છેલ્લે દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાઓએ વરસાદ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા જેમાં દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ થયું છે.

દેડિયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 959 મિ.મી.અને સાગબારા તાલુકામાં 400  મિમી જેટલો વરસાદ નોધાયો છે. 

જેને કારણે બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ સપાટી 115 થી 116  મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24  કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એક ફૂટ વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 32654 ક્યુસેક છે. અને જાવક 4381 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી વધવાને કારણે સરદાર સરોવરમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 4755 મિલિયન કયુબિક મીટર થયું છે. નર્મદાના આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અને ખાડીઓમાં વરસાદના પાણીના ઘોડાપુર આવ્યા છે. મોટીપરોડી, ખોચર પાડા નદી અને ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં થયા હતા.

વિશ્લેષણ / ભાગવતજીના મુંબઈ પ્રવચનનો સૂર: રાષ્ટ્ર સર્વોપરી

આ વિસ્તારનાખેડૂતોનાં ખેતરોમાં વરસાદ અમૃત તુલ્ય વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. જેમાં કપાસ, મકાઈ, તુવેર, ડાંગર, કયારાઓની ડાંગર, સોયાબીન, કેળ, શેરડી અને શાકભાજીના પાકને ક્ષયદો થયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી- 138.68  મીટરની સામે-119 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-116.11  મીટરની સામે- 109.23  મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી- 187.78  મીટરની સામે-183.50  મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી- 187.41 મીટરની સામે- 183.40  મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-31.09 મીટરની સામે  13.98 મીટર નોધાઇ છે.

Technology / PUBG ગેમ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત, આવા અકસ્માતોથી બચવા માટે માતા -પિતાએ શું કરવું જોઈએ