મોબાઈલ ગેમના કારણે અનેક પરિવાર બરબાદીના આરે પહોંચી ગયો છે. ત્યારે આવો જ એક કિસ્સો અરવલ્લીમાંથી સામે આવ્યો છે. મોડાસાના એક પોલીસ કર્મચારીએ ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે. દેવું વધી જતા તે પોલીસ કર્મચારીએ આપઘાતનો રસ્તો પકડ્યો હતો. જોકે પોલીસ તેને પકડી લાવીને સમજાવટ કરી છે. તથા તે કર્મચારીની મદદ કરવાનું પણ નિર્ધારિત કર્યું છે. આમ પોલીસે અન્ય પોલીસના કામમાં આવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે અહીં તે પણ તકેદારી રાખવામાં આવી છે કે આ પોલીસ કર્મચારી ફરી કોઈ ઓનલાઈન ગેમ રમીને દેવા ન વધારે.
દેવામાં ડૂબેલા પોલીસકર્મીએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોલીસ મિત્રો પાસે મદદ માગી છે. આ વીડિયોમાં પોલીસકર્મી આપઘાત કરવાની વાત કરી રહ્યો છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે એક્શનમાં આવીને લોકેશનના આધારે પોલીસકર્મીને શોધી કાઢ્યો છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોલીસકર્મીને સમજાવીને આપઘાત કરતા બચાવી લીધો છે.
આ અંગે જિલ્લા ડીવાયએસપી કે જે ચૌધરી કહે છે કે, અમે આ વીડિયો સામે આવ્યા પછી નવઘણ ભરવાડની શોધખોળ ચાલુ કરી હતી. સતત કાર્ટવાહી ચાલતી હતી ત્યાં તેઓ આમતેમ રખડતા મળી આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી, તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને આ બદીથી દૂર રહેવા સમજાવ્યા હતા. સાથે જ તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, જો કોઈ મારી મદદ નહીં કરે તો મારે મૃત્યુ સિવાય કોઈ આસરો નથી તો તેના માટે પણ અમે યોગ્ય વ્યવસ્થા કરી છે. સાથે જ તેમને ફરીથી આ પ્રકારની લતમાં નહીં પડવા કહ્યું છે.
આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની
આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…
આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?
