Breaking News: અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari Case) ગુમ થયા બાદ ચર્ચામાં આવેલા સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. કિંજલ રબારી હાઇકોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થઈ હતી. આ દરમિયાન તેણે પોતાનું અપહરણ થયું હોવાની વાતને નકારી કાઢી હતી. કિંજલ રબારી તેના પતિ અશોક ચૌધરી સાથે વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. કોર્ટ દ્વારા કિંજલ (Kinjal Rabari Case)ને તેની ઇચ્છા અંગે સવાલ કરવામાં આવ્યા હતા. કોર્ટના સવાલના જવાબમાં કિંજલે સ્પષ્ટપણે જણાવ્યું કે તે પોતાની મરજીથી પતિ સાથે રહે છે.
‘કોઈએ મારું અપહરણ કર્યું નથી’
કોર્ટ દ્વારા કિંજલ રબારી (Kinjal Rabari Case)ને પૂછવામાં આવ્યું હતું કે, ‘તમે તમારી મરજીથી રહો છો?’ તેના જવાબમાં કિંજલે હા કહી હતી અને પોતાની ઇચ્છાથી રહેતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે, ‘તમને કોઈએ કીડનેપ તો નથી કર્યા ને?’ આ સવાલના જવાબમાં કિંજલે અપહરણની વાતને નકારી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ તેનું અપહરણ કર્યું નથી.
Kinjal Rabari Case: પતિ અશોક ચૌધરી સાથે રહેવાની ઈચ્છા
કિંજલ રબારી (Kinjal Rabari Case)ના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કિંજલની ઉંમર 24 વર્ષ છે અને તે પોતાની ઇચ્છાથી તેના પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે કિંજલ રબારીના અપહરણને લઈને ઊભા થયેલા સવાલોમાં નવો વળાંક આવ્યો છે. અગાઉ પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાની મરજીથી જતી રહી હોવાની વાત કહી હતી અને અપહરણના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
આ ઉપરાંત પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટ સમક્ષ કિંજલની હાજરી અને તેના નિવેદન બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:કિંજલ રબારી ક્યાં છે? અમદાવાદ પોલીસ લોકેશન શોધી રહી છે, સીનાડમાં પોલીસ પર હુમલા મામલે 10ની અટકાયત
આ પણ વાંચો:કિંજલ રબારી વિવાદ બાદ સીનાડમાં પોલીસ પર હુમલો: 50થી વધુના ટોળામાં PSI સહિત પોલીસકર્મી ઘાયલ
